જાણીતી બેંકના મેનેજરને પેસેન્જરે કેફી દ્વવ્ય આપી બેભાન કરી લૂંટી લીધો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી યશ બેંકના 27 વર્ષનો મેનેજર ગઇકાલે રાતના સમયે સુરતથી અમદાવાદ બસમાં આવી રહ્યા હતા ત્યારે તેની સાથેના પેસેન્જરે કોલ્ડ ડ્રીક્સ આપીને બેભાન કરીને તેણે પહેરેલા રૂપિયા 20 હજારના સોનાના દાગીના અને રૂપિયા 10000ની રોકડની લૂંટ કરી લીધી હોવાની ઘટના અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ahmedabad

આ બનાવની વિગતો એવી છે કે રખિયાલમાં આવેલી અનંત સોસાયટીમાં રહેતા દિનેશ પરમાર પ્રહલાદનગરમાં આવેલી યશ બેંકમાં છેલ્લાં બે વર્ષથી મેનેજર તરીકે કામ કરે છે. તેમની સગાઇ સુરત કતારગામમાં રહેતી યુવતી સાથે થઇ હતી અને ગત 23મી માર્ચના રોજ તે મળવા માટે સુરત ખાતે મળવા માટે ગયા હતા અને 26મીની રાતના સમયે ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવવા માટે ટીકીટ બુક કરાવી હતી અને રાતના 12 વાગે વરાછાથી બસમાં બેઠા હતા ત્યારે તેમની પાસે એક પેસેન્જર આવ્યો હતો અને તેણે મુસાફરી દરમિયાન પોતાની ઓળખ એક વેપારી તરીકે આપી હતી અને જણાવ્યું કે તે અમદાવાદ બિઝનેસના કામે જઇ રહ્યા છે.

બાદમાં બે કલાક બાદ બસ એક હોટલ પર ઉભી રહી ત્યારે દિનેશ પરમાર અને તેના સાથેનો પેસેન્જર નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા અને બાદમાં દિનેશભાઇ બસમા ગયા હતા અને થોડીવાર પછી પેસેન્જર એક કોલ્ડ ડ્રીક્સ લઇને આવ્યો હતો અને દિનેશને પીવા માટે આપ્યુ હતું જો કે પીધા બાદ થોડી જ વારમાં દિનેશને ઘેન ચડવા લાગ્યુ હતુ. બાદમા લગભગ સવારે પાંચ વાગે બસ અમદાવાદ પાલડી ખાતે પહોંચી હતી ત્યારે પણ દિનેશ ઘેનમાં હતો જેથી બસના કન્ડકટરે તેમને ઉઠાડ્યા હતા. જેથી અર્ધ જાગૃત અવસ્થામાં દિનેશ નીચે ઉતર્યો હતો અને ફરીથી બેભાન થઇ ગયો હતો અને તેનો સોનાનો ચેઇન, વીટી અને રૂપિયા 10000 ગાયબ હતા.

આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ રબારીએ જણાવ્યુ કે અમે ટ્રાવેલ્સ કંપની પાસેથી પેસેન્જરની યાદી મંગાવી છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

English summary
Ahmedabad bank manager robed in bus.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.