For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદવાદમાં ભુખી પોલીસે લુખ્ખી દાદાગીરી કરીને હોટલના મેનેજરને 30 મિનિટ સુધી માર માર્યો

વીડિયો: અમદાવાદ પોલીસે હોટેલ મેનેજરને 30 મિનિટ સુધી માર્યો. પોલીસની આ દાદાગીરીનું સીસીટીવી ફૂટેજ જુઓઅહીં.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે પોલીસ હોય ત્યાં પ્રજા સુરક્ષિત હોય છે, પણ અમદાવાદમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. જ્યાં પોલીસ હોય ત્યાં ભય હોય છે. આ વાત સાબિત થઇ છે બોપલ રીંગ રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલમાં બનેલી ઘટના દ્વારા. આ ઘટના બાદ પોલીસ પર ભરોસો ઉઠી જાય તેમ છે. આ બનાવની વિગતો એવી છે કે બોપલમાં રહેતા વનરાજસિંહ ઝાલા બોપલ ઓવરબ્રીજ પાસે દ્વારકાધીશ નામની હોટલ ધરાવે છે. ગત તારીખ 31મી જાન્યુઆરીએ રાતના બે વાગે ઝાલા ઘરે ગયા હતા અને હોટલ પર તેમનો સ્ટાફ સાફસફાઇ કરી રહ્યો હતો ત્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલ ખાનગી વાહનમાં આવ્યા હતા અને તેમણે સીવીલ ડ્રેસ પહેર્યો હતો જેથી હોટલનો સ્ટાફ તેમને ઓળખી શક્યો નહોતો.

cctv ahmedabad

ત્યારબાદ પોલીસે હોટલના મેનેજરને બોલાવીને જમવાનું મંગાવ્યુ હતું પણ, સવારના ચાર વાગ્યાનો સમય થઇ ગયો હોવાથી સ્ટાફે કહ્યું હતું કે હોટલ બંધ થઇ છે. જેથી જમવાનું બની શકે તેમ નથી. ત્યારે પોલીસ કર્મીઓએ દાદાગીરી શરૂ કરીને કહ્યું હતું કે જો જમવાનું ન થઇ શકે તો પૈસા આપી દે અમે બીજે જમવા જઇશું. જો કે મેનેજર પાસે પૈસા પણ ન હોવાથી તેણે પૈસા આપવાની પણ ના પાડી હતી. ત્યારબાદ ગુસ્સે થઇ ગયેલા પોલીસ કર્મીઓએ હદ વટાવી દીધી હતી અને પહેલા મેનેજરને ગડદા પાટુ નો માર માર્યો હતો અને ત્યારબાદ ચામડાના બેલ્ટથી માર મારવાનું શરૂ કરી દીધું હતું અને જ્યાં સુધી બેલ્ટ તુટી ન ગયો ત્યાં સુધી માર માર્યો હતો. ત્યારબાદ પણ બાકી હોય તેમ બે વેઇટરને માર મારીને 200 જેટલી ઉઠક બેઠક કરાવી હતી. આ તમાશો લગભગ 30 મિનીટ સુધી લાગ્યો હતો અને પછી જોઇ લેવાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા.

પોલીસ કર્મીઓના ચાલ્યા ગયા બાદ સ્ટાફે હોટલના માલિકના બોલાવ્યા હતા અને તેમણે મેનેજરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે ઝાલાએ ફરિયાદ નોંધાવવા માટે સરખેજ પોલીસ સ્ટેશન પર ગયા હતા. જ્યાં પોલીસે પહેલા તો અરજી કે ફરિયાદ લેવાની ના પાડી હતી અને સમાધાન કરી લેવાની સલાહ આપી હતી. બીજી તરફ ચાર પોલીસ કર્મીઓએ આડકતરી રીતે ધમકી પણ આપી હતી. જો કે પોલીસ કર્મીઓ ભુલી ગયા હતા કે તેમની આ કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહી છે અને જે સોશિયલ મિડીયામાં વાઇરલ થતા છેવટે ગુરૂવારે સાંજે પોલીસે બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ, સાદીક હુસૈન , મુકેશ દાન ગઢવી અને પ્રદુમનસિંહ સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો જુઓ અહીં.

English summary
Video : Ahmedabad Police brutally beat Hotel manager. See the CCTV footage video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X