For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ જિલ્લાના 1.73 લાખ વિદ્યાર્થીઓ આપશે 28 માર્ચથી શરુ થતી બોર્ડની પરીક્ષા

આગામી 28 માર્ચથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. જાણો કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આગામી 28 માર્ચથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર ડીઈઓ અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબ આ વર્ષે જિલ્લામાં કુલ મળીને 1.73 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વર્ષ 2020 ની સરખામણીમાં જિલ્લામાં 24 હજાર જેટલી વિદ્યાર્થીઓ ઓછા થયા છે. જિલ્લાના 140 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

boards

અમદાવાદા શહેરમાં ધોરણ 10ના 59285, સામાન્ય પ્રવાહના 30493 અને 12 સાયન્સના 7652 વિદ્યાર્થી સિત 97430 વિદ્યાર્થી છે અને ગ્રામ્યમાં ધોરણ 10ના 48409 અને ધોરણ 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 27304 સહિત 75713 વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષામાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 73 કેન્દ્રોમાં 348 બિલ્ડીંગમાં 3312 બ્લૉકમાં પરીક્ષા લેવાશે. અમદાવાદ ગ્રામ્યમાં 67 કેન્દ્રોમાં 233 બિલ્ડીંગમાં 2606 બ્લૉકમાં પરીક્ષા લેવાશે. છેલ્લે 2020માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ધોરણ 10ના 116761 વિદ્યાર્થી હતા અને 12 સાયન્સના 18,600થી વધુ વિદ્યાર્થી હતા તેમજ 12 સામાન્ય પ્રવાહના 61759 સહિત કુલ 197 લાખથી વધુ વિદ્યાર્થી હતા.

આ વર્ષે 24 હજારથી વધુ વિદ્યાર્થી ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને અમદાવાદ શહેર પોલિસ કમિશ્નર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ છે અને જે મુજબ ગેરરીતિ કે જાહેરનામાના ભંગ બદલ 188 કલમ હેઠળ ગુનો નોંધાશે. પરીક્ષાને લઈને ડીઈઓ કચેરી દ્વારા 28મી માર્ચથી હેલ્પ લાઈન પણ શરુ થશે અને 12 એપ્રિલ સુધી ચાલશે. જેમાં સવારના 8થી રાતે 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પરીક્ષાના મુંઝવતા પ્રશ્નો બાબતે સલાહ લઈ શકશે.

English summary
1.73 lakh students of Ahmedabad district will appear for the board exams starting from March 28
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X