સતત વરસાદને પગલે સાબરમતી નદીમાં 13 હજાર ક્યુસેક પાણી છોડાયુ, લોકોને સાવચેત રહેવા સૂચના

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદને પગલે, પાણીના વધતા સ્તરને નિયંત્રિત કરવા માટે છેલ્લા બે દિવસમાં અંદાજે 13,000 ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

મંગળવારે નર્મદા મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં 8,040 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ. સંત સરોવર ડેમમાંથી વધારાનું 20,012 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે, જેનાથી સાબરમતીમાં પાણીની આવક વધી ગઈ છે.

sabarmati vasna barrage

વાસણા બેરેજ મંગળવારે સાંજ સુધીમાં સાબરમતી નદીમાં પાણીના સ્તરને નિયંત્રિત કરવાના ચાલુ પ્રયાસોના ભાગરૂપે. આશરે 27,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ. સ્થાનિક પ્રશાસને વાસણા બેરેજના ડાઉનસ્ટ્રીમમાં સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાઓમાં રહેતા રહેવાસીઓને સાવધાની રાખવા અને બદલાતી પાણીની સ્થિતિ અંગે સતર્ક રહેવા જણાવ્યું છે.

અમદાવાદમાં શનિવાર રાતથી શરુ થયેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક વધી ગઈ હતી. જેના પરિણામે છેલ્લા બે દિવસથી વાસણા બેરેજમાંથી 13 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતુ હતુ.

સાબરમતી નદીમાં 7175 ક્સુસેક પાણીની આવક નોંધવામાં આવી છે. વળી, સંતસરોવરમાંથી 19885 ક્યુસેક પાણીની આવક થઈ છે. સાબરમતી નદીમાં 27 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નદીમાં પાણી આવકને પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે વાસણા બેરેજથી નીચાણવાળા ભાગે સાબરમતી નદીના કિનારે આવેલા ગામોમાં પુરની શક્યતાને જોતા ગામલોકોને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X