For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંપન્ન ઘરોની 48 છોકરીઓને નશાની લતમાંથી મુક્ત કરાવાઈ, મોકલાતી હતી દેહવ્યાપાર કરવા

ગુજરાત પોલિસે નશાની લતમાં લાગેલી યુવા પેઢીને સાચા રસ્તો વાળવાનુ બીડુ ઝડપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત પોલિસે નશાની લતમાં લાગેલી યુવા પેઢીને સાચા રસ્તો વાળવાનુ બીડુ ઝડપ્યુ છે. અમદાવાદ પોલિસે આની શરૂઆત કરીને ડ્રગ્સના ચક્રવ્યુહમાંથી 48 છોકરીઓને બહાર કાઢી છે. આ કવાયતમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. મોટાભાગની છોકરીઓ મોટા ઘરની અને ભણેલી-ગણેલી છે. નશાની આદતે તેમને દેહવેપાર કરવા માટે મજબૂર કરી દીધા.

prostitution

અમદાવાદ પોલિસને મળેલી માહિતી મુજબ પહેલા ડ્રગ્સ ડીલર પૈસાવાળા ઘરોની છોકરીઓને નશાની જાળમાં ફસાવે છે. ત્યારબાદ જ્યારે તે છોકરીને ખરાબ રીતે નશાની લત લાગી જાય ત્યારે તેને પૈસા માટે દેહ વ્યાપાર કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ રેકેટમાં ફસાયેલી એક યુવતીના જણાવ્યા મુજબ તેણે એક જાણીતી સાયન્સ કૉલેજમાં અભ્યાસ કર્યો પરંતુ નશાની લતના કારણે તે આમાં ફસાઈ ગઈ. યુવતીઓના હાથ અને શરીરના અન્ય ભાગો પર નશાના ઈંજેક્શન લેવાથી નિશાન પડી ગયા હતા.

એક યુવતીના જણાવ્યા મુજબ તે થોડા સમય પહેલા એક દોસ્ત સાથે પાર્ટીમાં ગઈ હતી. આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં નશો એક સ્ટેટસ સિંબોલ હતુ. બીજી છોકરીઓને જોઈને તે પણ આવુ કરવા લાગી. બાદમાં તે ડ્ર્ગ્સ ડીલરના સંપર્કમાં આવી અને બધી પોકેટમની ડ્રગ્સમાં ખર્ચવા લાગી. કોરોનામાં પિતાનો વેપાર બંધ થઈ ગયો તો ડીલરે શરૂઆતમાં ફ્રીમાં ડોઝ આપ્યા પરંતુ બાદમાં ફ્રીમાં આપવાની ના પાડી દીધી. યુવતીએ જણાવ્યુ કે ડીલરે તેને એક કલાક માટે હોટલમાં જઈ અને જે કંઈ પણ કહેવામાં આવે એ કરવાનુ કહ્યુ.

ડીલર તેને ડોઝ આપતા પહેલા હોટલમાં લઈ જતો અને દેહ વ્યાપાર કરાવતો. પરિવારને ખબર પડતા તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા પરંતુ લગ્ન બાદ પણ તે ડ્રગ પેડલર માટે કામ કરતી રહી. અમદાવાદની એક જાણીતી કંપનીના માલિકની દીકરીને પણ ડ્રગ્સની લત લાગી ગઈ. નશો કરતા કરતા પૈસાની ખેંચ થવા લાગી. ડ્રગ્સ ડીલરે જ્યારે પૈસા વિના ડ્રગ્સ આપવાની ના પાડી ત્યારે તે ડીલરે તેને દેહ વ્યાપારના બજારમાં ધકેલી દીધી અને પૈસા માટે હોટલોમાં મોકલવા લાગ્યો.

તમને જણાવી દઈએ કે અમદાવાદ પોલિસે એક ધાર્મિક સંપ્રદાયની મદદથી છોકરીઓની મદદ અને તેમનો ઈલાજ શરુ કર્યો છે. આવી લગભગ 48 છોકરીઓને અત્યાર સુધી પોલિસ નશાની લતમાંથી છોડાવી ચૂકી છે. અમદાવાદ પોલિસ હવે આ ડ્ર્ગ્સના વેપારની જડ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.

English summary
48 girls from affluent homes freed from drug addiction, sent for prostitution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X