For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ અમદાવાદી બિલાડી જેની પર છે 21,000 રૂપિયાનું ઇનામ

એ અમદાવાદી બિલાડી જેની પર છે 21,000 રૂપિયાનું ઇનામ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતાં એક પરિવારની પાળેલી બિલાડી લાપતા થઈ જતાં પરિવારે તેને શોધવા માટે રીતસરનું અભિયાન છેડ્યું છે. તેમણે બિલાડીને શોધી લાવનારને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના દક્ષિણ બોપલ વિસ્તારમાં રહેતો પરિવાર કેટલાક દિવસથી પરેશાન છે. તેમના પરિવારની એક પાલતુ બિલાડી ખોવાઈ જતાં પરિવારનો સભ્ય ખોવાયો હોય તેવું દુઃખ અનુભવી રહ્યો છે.

તેમણે પોતાની 'બીજલી' નામની બિલાડીને શોધવા માટે અનેક જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાવ્યાં છે છતાં પણ બિલાડીની કોઈ ભાળ મળી નથી. તેમણે બિલાડીને શોધવા માટે દીવાલો પર પૉસ્ટર પણ લગાવ્યાં છે.

બોપલ વિસ્તારમાં રહેતાં જીતેન્દ્ર દિવાસી અને પૂજા દિવાસી ઘણા દિવસથી દુઃખી છે. કારણ કે તેમની લાપતા બિલાડી મળતી નથી.

ગત 4થી ઑગસ્ટના રોજ તેમની બિલાડી બીજલી ઘર પાસેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. તેમણે રાત્રે 3 વાગ્યા સુધી દરેક ઘરમાં તપાસ કરી સીસીટીવી ફૂટેજ તપાસ્યાં પણ બિલાડીની ભાળ મળી નહોતી.

જેથી બાદમાં બિલાડી ગુમ થયાના પૉસ્ટર્સ પણ જગ્યાએ જગ્યાએ લગાવ્યા અને પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છે. જોકે આજ સુધી બિલાડી મળી નથી.


વેચાણ માટે ચોરી થઈ?

આ મામલે બીબીસીએ પરિવાર સાથે વાતચીત કરી. જેમાં જિતેન્દ્ર દિવાસીએ કહ્યું, "અમે બે પર્શિયલ બિલાડીની જોડી દત્તક લીધી હતી. 4થી ઑગસ્ટથી એક માદા બિલાડી લાપતા છે. શોધી રહ્યા છીએ પણ મળી નથી."

"સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવીએ છીએ. ઇનામની જાહેરાત કરી છે. કોશિશ ચાલુ છે."

તેઓ કહે છે "એક બિલાડી ગાયબ થઈ જવાને કારણે અન્ય બિલાડી પણ એકલવાયું અનુભવે છે. અમે ઘણી જગ્યાએ શોધી. સોસાયટી અને પશુપ્રેમી ટીમે પણ મદદ કરી. પરંતુ કોઈ સફળતા નથી મળી. અમારાં બાળકો જેટલી જ તે અમને વહાલી છે. અમને શંકા છે કે કોઈ તેને ચોરીને લઈ ગયું છે. પોલીસે કહ્યું કે તેઓ આવશે અને મદદ કરશે પરંતુ હજી સુધી મદદ નથી મળી."

તેમણે વધુમાં જણાવ્યું, "પર્શિયન પ્રજાતિ દેખાવમાં ઘણી સુંદર હોય છે અને બજારમાં તેની સારી કિંમત આવે છે. એટલે બની શકે કોઈ તેને વેચવા માટે લઈ ગયું હોય. પણ અમે ઘણા પશુકેન્દ્રો પર પણ પૉસ્ટર્સ લગાવ્યા છે અને વિનંતી કરી છે કે જો કોઈને અમારી બિલાડી મળી આવે તો કૃપા કરી પરત કરી દેશો."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/0MHJvKrUgiQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
A Ahmedabadi cat which has 21,000 rupee reward on its head
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X