For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તા વચ્ચોવચ્ચ ભુવો પડ્યો

ભુવાનો ભુતકાળ ધરાવતા અમદાવાદના રાણીપ-બળોલનગર ચાર રસ્તા પર મોટો ભુવો પડ્યો છે. રસ્તા વચ્ચે ભુવો પડતા આસપાસના રહેવાસીઓ અને રાહદારી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

|
Google Oneindia Gujarati News

હજુ તો ચોમાસાની જામીને શરૂઆત પણ નથી થઈ ત્યાં જ અમદાવાદીઓની મુશ્કેલીઓ વધવા લાગી છે. મોટા મોટા બણગા ફુંકતા કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરીની હવા નિકળી ગઈ છે. અમદાવાદ શહેરમાં એક પણ ચોમાસુ એવુ નહી હોય કે જ્યારે ભુવાના દર્શન ન થયા હોય. અમદાવાદના ભુતકાળમાં આખે આખા ટ્રક સમાઈ જાય એવડા ભુવા પડી ચુક્યા છે.

landslide in ahmedabad

ભુવાનો ભુતકાળ ધરાવતા અમદાવાદના રાણીપ-બળોલનગર ચાર રસ્તા પર મોટો ભુવો પડ્યો છે. રસ્તા વચ્ચે ભુવો પડતા આસપાસના રહેવાસીઓ અને રાહદારી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બળોલનગર વિસ્તારમાં રસ્તા વચ્ચોવચ્ચ અંદાજે 15 થી ફુટ મોટો ભુવો પડ્યો છે. ઉલ્લેખનિય છે કે વરસાદના આગમન પહેલા કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરીના નામે કરોડોનો ધુમાડો કરાય છે. રૂપિયા તો વપરાઈ જાય છે પણ વરસાદ થતા જ શહેરીજનોની સમસ્યા ત્યાંની ત્યાં ઉભી દેખાય છે.

બળોળનગર વિસ્તાર અમદાવાદનો વિકસતો વિસ્તાર છે. અવરજવર માટેનો મુખ્ય રસ્તો હોવાથી સ્થાનિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સૌથી મોટી વાત એ છે કે ભુવો પડ્યા બાદ કોર્પોરેશનને બેરીકેટીંગ કરીને સંતોષ માન્યો છે. હજુ સુધી રિપેરીંગની કામગીરી હાથ ધરાઈ નથી. હવે જોવાનું એ રહે છે કે આ કામગીરી ક્યારે શરૂ થાય છે.

English summary
A landslide has occurred near Ranip-Balolnagar cross road in Ahmedabad. Surrounding residents and pedestrians are facing trouble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X