કાલૂપુર રેલવે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકવાદી ઝડપાયો, 14 વર્ષથી ફરાર હતો

કાલૂપુર રેલવે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકવાદી ઝડપાયો, 14 વર્ષથી ફરાર હતો

અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) આતંકવાદી અબ્દુલ રઝાક ગાઝીની ધરપકડ કરી લીધી છે. 2006માં અમદાવાદના રેલવે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટ કરનાર આ આરોપી પશ્ચિમ બંગાળના 24 પરાગના જિલ્લામાંથી પકડાયો. અબ્દુલ રઝાક છેલ્લા 14 વર્ષથી ફરાર હતો.

DIG ATS હિમાંશુ શુક્લાએ કહ્યું કે, તેમણે આતંકવાદી અબ્દુલ રઝાક ગાઝીને Covid 19 Test માટે મોકલ્યો છે.

બંગાળનો રહેવાસી છે ગાજી

બંગાળનો રહેવાસી છે ગાજી

એક અધિકારીએ જણાવ્યું કે અબ્દુલ રજાક ગાજીને સૂચનાના આધારે એટીએસની ટીમે પશ્ચિમ બંગાળ પાસે આવેલ બાંગ્લાદેશની બોર્ડર પાસેથી ઝડપી પાડ્યો છે. તે મૂળ બંગાળના 24 ઉત્તરી પરાગનાનનો રહેવાસી છે. તેના પર બોમ્બ રાખનારાઓની મદદ કરવાનો આરોપ છે. લશ્કર એ તૈયબા સાથે પણ તે સંપર્કમાં છે.

આતંકવાદીઓને પાકિસ્તાન પહોંચાડવાની મદદ કરી

આતંકવાદીઓને પાકિસ્તાન પહોંચાડવાની મદદ કરી

19 ફેબ્રુઆરી 2006ના રોજ અમદાવાદના કાલૂપુર રેલવે સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસમાં થયેલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર જુલ્ફિકાર ફૈયાજ કાગજી, સૈયદ જબીયુદ્દીન અંસારી ઉર્ફ અબૂ જુંદાલને અબ્દુલ રજાક ગાજીએ જ બાંગ્લાદેશ બોર્ડર પાર રાવી હતી. જે બાદ તેમને બાંગ્લાદેશથી પાકિસ્તાન ભગાવવામાં મદદ કરી.

મુંબૂઈ- બેંગ્લોરના હુમલામાં પણ નામ આવ્યાં

મુંબૂઈ- બેંગ્લોરના હુમલામાં પણ નામ આવ્યાં

જણાવી દઈએ કે અબૂી જુંદાલ વર્ષ 2008માં મુંબઈમાં થયેલ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી હતો. જ્યારે અબ્દુલ રજાક ગાજી પર આરોપ છે કે તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના કહેવા પર વર્ષ 2008માં બેંગ્લોરમાં થયેલ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને પણ સહારો આપ્યો હતો અને બોર્ડર પાર કરવામાં મદદ કરી હતી.

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કેમ કર્યોय़

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કેમ કર્યોय़

તપાસ એજન્સીઓ મુજબ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોને ધ્યાનમાં રાખતા કાલૂપુર રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયેકર્ણાવતી એક્સપ્રેસ પ્લેટફોર્મ પર પહોંચી જ હતી કે બોમ્બ બ્લાસ્ટ થયો જેમાં 14 લોકો ઘાયલ થયા હતા.

આ આતંકવાદીઓને પણ દબોચી લેવામાં આવ્યા છે

આ આતંકવાદીઓને પણ દબોચી લેવામાં આવ્યા છે

ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ ઔરંગાબાદ નિવાસી મોહમ્મદ આમીર શકીલ અહમદ શેખ, આકિબ સૈય્યદ, અમદાવાદના મોહમ્મદ ઈલિયાસ અબ્દુલ સામદ મેમણને પકડી પાડ્યા. સાથે જ જમ્મૂ-કાશ્મીરનો રહેવાસી મોહમ્મદ અસલમ ઉર્ફે અસલમ કાશ્મીરી અને ઔરંગાબાદ બીડ નિવાસી અબ્દુલ જુંદાલની પણ ધરપકડ કરી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X