For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: પાંચ મહિના બાદ 1 દર્દીનું મોત, ગુજરાતમાં કુલ 3 મોત

રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં 5 મહિના બાદ કોઈ દર્દીનું મોત નોઁધાયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ નોંધાયા છે. જ્યારે 69 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે 179 દિવસ બાદ ત

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં 5 મહિના બાદ કોઈ દર્દીનું મોત નોઁધાયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ નોંધાયા છે. જ્યારે 69 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે 179 દિવસ બાદ ત્રિપલ ફિગરમાં એટલે કે 111 નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં 27 જૂને રાજ્યમાં કુલ 112 નોંધાયા હતા. રાજ્યમાં આજે વડોદરામાં 7 સહિત રાજ્યમાં 13 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 32 નવા કેસ નોંધાયા છે. 24 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે અમદાવાદ શહેર, જામનગર શહેર અને પોરબંદરમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં 14 દિવસ બાદ ફરી 3 દર્દીના મોત થયા છે. અગાઉ 10 ડિસેમ્બરે 3 દર્દીના મોત નોંધાયા હતા.

Ahmedabad

રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.70 ટકા રહ્યો છે. બીજી તરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના સૌથી વધુ 7 નવા કેસ વડોદરા શહેરમાં, એ ઉપરાંત ખેડામાં 3, અમદાવાદ શહેરમાં 2, આણંદમાં 1 ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 43 કેસ નોંધાયા છે જેમાથી હાલમાં 35 લોકો સારવાર હેઠળ છે જ્યારે 8ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.

રાજ્યમાં સતત પાંચ દિવસથી કોરોનાથી મોત નોંધાયા છે. આજે અમદાવાદ શહેર, જામનગર શહેર અને પોરબંદરમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 29 હજાર 003ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 111 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 198 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 694 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 686 દર્દીની હાલત સ્થિર છે.

English summary
Ahmedabad: 1 patient died after 5 months, total 3 deaths in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X