For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ 100 ફૂટ ઉંચા કચરાના ઢગલામાં કેમ થઈ રહી છે 12 વર્ષની બાળકીની શોધખોળ

ગુજરાતના અમદાવાદમાં એક મોટા કચરાના ઢગલામાં 12 વર્ષની બાળકીની શોધ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં એક મોટા કચરાના ઢગલામાં 12 વર્ષની બાળકીની શોધ ચાલી રહી છે. દેશના સૌથી મોટા કચરાના ઢગલામાંનો એક પિરાણા ડંપિંગ સાઈટ પર આ બાળકીની છેલ્લા 5 દિવસથી શોધખોળ ચાલી રહી છે. અધિકારીઓ માટે લગભગ 100 ફૂટ ઉંચા પહાડ પર આ બાળકીને શોધવી ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યુ છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ બાળકીના જીવતા બચવાની આશા પણ ખતમ થઈ રહી છે.

80 એકર જમીન પર ફેલાયેલો છે કચરો

80 એકર જમીન પર ફેલાયેલો છે કચરો

12 વર્ષની નેહા વસાવા પોતાના પરિવાર સાથે આજીવિકા માટે કચરામાંથી પ્લાસ્ટિક વીણે છે. નેહા આ કામ માટે શનિવારે સાંજે પણ આ કચરાના ઢગલા પર ચડી હતી. એ દિવસથી તે ગાયબ છે. બચાવકર્તાઓએ અત્યાર સુધી ઘણી ટન કચરો અહીંથી હટાવી દીધો છે તેમછતાં તેની કોઈ ભાળ મળી નથી. આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં કૂતરા ફરતા હોય છે અને લગભગ 80 એકર જમીન પર કચરો ફેલાયેલો છે.

નેહા પર પડ્યો હતો કચરો, જીવતી શોધવી મુશ્કેલ

નેહા પર પડ્યો હતો કચરો, જીવતી શોધવી મુશ્કેલ

અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગ અને ગુજરાત પોલિસના જવાન નેહાની શોધખળ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે નેહા શનિવારની સાંજે અહીંથી કચરામાંથી પ્લાસ્ટિક વીણવા આવી હતી ત્યારે કચરાનો ઢગલો તેના પર પડી ગયો અને તે તેની નીચે દબાઈ ગઈ. આ રીતના કચરાના ઢગલા અમદાવાદ સિવાય દેશના બાકીના ભાગોમાં પણ છે. જ્યાં મોટી સંખ્યામાં નાના બાળકો કચરો વીણવા જાય છે. આ બાબતે બુધવારે ફાયરબ્રિગેડકર્મી નૈતિક ભટ્ટે કહ્યુ કે નેહાની જીવતી શોધની મુશ્કેલ છે પરંતુ અમે ત્યાં સુધી શોધ ચાલુ રાખીશુ જ્યાં સુધી તે મળી ન જાય. નેહાને શોધવા માટે છ જેસીબી મશીન લગાવવામાં આવી છે. વળી, વરસાદના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.

રોજ ફેંકવામાં આવે છે 3500 ટન કચરો

રોજ ફેંકવામાં આવે છે 3500 ટન કચરો

ભટ્ટે કહ્યુ કે નેહાના કચરાના ઢગલામાં દબાયાના અમુક કલાકો બાદ વરસાદ શરૂ થઈ ગયો જેના કારણે ઉપરથી વધુ કચરો નીચે પડવા લાગ્યો. એ વખતે તેનો છ વર્ષનો નાનો ભાઈ પણ સાથે હતો જેને જલ્દી બચાવી લેવામાં આવ્યો. આ જગ્યાએ રોજના અમદાવાદ શહેરનો લગભગ 3500 ટન કચરો ફેંકવામાં આવે છે. જો કે આ કચરાના ઢગલાને ઘટાડવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. યુનિસેફ અનુસાર 12 વર્ષથી ઓછી વયના 41 મિલિયનથી વધુ બાળકો દક્ષિણ એશિયામાં કામ કરવા માટે મજબૂર છે.

અનલૉક 5: કેન્દ્રએ ઔદ્યોગિક શ્રમિકો માટે કાર્યસ્થળ સંબંધિત દિશાનિર્દેશ જારી કર્યાઅનલૉક 5: કેન્દ્રએ ઔદ્યોગિક શ્રમિકો માટે કાર્યસ્થળ સંબંધિત દિશાનિર્દેશ જારી કર્યા

English summary
Ahmedabad: 12 year old girl search operation in Pirana garbage dumping site continue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X