For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: 200 પ્રજ્ઞાચક્ષુઓ ભારત-પાકિસ્તાન મેચને આંખોથી નહી કાનથી નિહાળશે

ઈન્ડિયામાં ક્રિકેટ મેચ હોય ત્યારે માહોલ જ કંઈક અલગ હોય છે.તેમાં પણ જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે ઈન્ડિયન ક્રિકેટ ટીમને સપોર્ટ કરનાર ફ્રેન્સમાં જોશ અને જુસ્સો જુદા જ પ્રકારનો હોય છે. આજે જ્યારે આઈઆઈસી ટી-20 વર્લ

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયામાં ક્રિકેટ મેચ હોય ત્યારે માહોલ જ કંઈક અલગ હોય છે.તેમાં પણ જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે ઈન્ડિયન ક્રિકેટ ટીમને સપોર્ટ કરનાર ફ્રેન્સમાં જોશ અને જુસ્સો જુદા જ પ્રકારનો હોય છે. આજે જ્યારે આઈઆઈસી ટી-20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેડ મેચ છે ત્યારે અમદાવાદમાં આવેલા અંધજન મંડળમાં આજે 200 પ્રજ્ઞાચક્ષુઓ આંખેથી નહી પણ સાંભળીને મેચ માણશે. અંધજન મંડળ ખાતે આવેલા પ્રાર્થના હોલમાં આ માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે.

Divyang

આ અંગે વાત કરતા અંધજન મંડળના સુધાબેને કહ્યું કે, જ્યારે પણ ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે અંધજન મંડળમાં માહોલ જ કંઈક અલગ જ હોય છે. આજે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ છે ત્યારે અમારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ભલે મેચને સામાન્ય માણસોની જેમ આંખોથી ના જોઈ શકે પણ કાનેથી સાંભળીને મેચને રોમાન્ચની મજા માણશે. આજે અંધજન મંડળમાં ટીવી અને મોટા સ્પીકરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કાને જ્યારે શબ્દો પડે છે ત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ જેમ બુમાબમ કરીને માહોલ સર્જશે

મેચ જોવા માટે વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનમાં ઘરે પણ ના ગયા

સ્કૂલ-કોલેજમાં દિવાળી વેકેશન પડી ગયુ છે ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ દિવાળીમાં ગામડે જતાં રહેતા હોય છે પરંતુ ભારત પાકિસ્તાનની રવિવારે મેચ હોવાથી વિદ્યાર્થીઓએ ઘરે જવાનું ટાળ્યું હતું.વિદ્યાર્થીઓએ મેચ માણવા માટે અને ખાસ કરીને પોતાના મિત્રો સાથે મેચની મજા માણવા માટે રોકાઈ ગયા છે. આ વસ્તુ સાબીત કરી બતાવે છે કે મેચમાં ફેન્સ કોઈ પણ કામ હોય પરંતુ જ્યારે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે બધી વસ્તુ બાજુમાં મુકીને મેચ માણવા બેસી જતાં હોય છે.

English summary
Ahmedabad: 200 psychiatrists will watch the India-Pakistan match not with their eyes but with their ears
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X