અમદાવાદ: કારગીલ ક્રોસ રોડ પાસે આવેલા ગણેશ મેરેડિયનમાં લાગી આગ, 4 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે, દિવસમાં બીજી ઘટના

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા ગણેશ મેરેડિયનમાં આગ લાગવાની ઘટના બની છે. રવિવારની રજામાં ઓફિસો બંધ હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે. આગની ઘટનાને લઈ ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ગણેશ મેરેડિયનના સી બ્લોકના 8માં માળે

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા ગણેશ મેરેડિયનમાં આગ લાગવાની ઘટના બની છે. રવિવારની રજામાં ઓફિસો બંધ હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે. આગની ઘટનાને લઈ ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ગણેશ મેરેડિયનના સી બ્લોકના 8માં માળે આગ લાગી છે.

Ahmedabad

ઉલ્લેખનિય છેકે ગણેશ મેરેડિયનમાં એક વર્ષમાં બીજી વખત આગ લાગવાનો બનાવ બન્યો છે. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સી બ્લોકના આઠમાં માળે ભયંકર આગ લાગી છે. આ બિલ્ડિંગના નવમાં માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી છે.ગણેશ મેરેડિયન કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક વાયરના ડકમાં આગ લાગી હતી. આગના ધુમાડા ત્રીજા માળથી સાત માળ સુધી પહોંચી ગયા હતા. 6 લોકોને ધુમાડાથી બચાવી બહાર કાઢ્યા હતા. આગ હવે કાબુમાં આવી ગઈ છે.

આ ઉપરાંત સવારે રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે 8 ફાયરફાઈટરની મદદથી 45 મિનિટ બાદ આગ કાબુમાં આવી ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X