Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદ કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક: ધારાસભ્યોએ ગેરકાયદે દબાણ, રસ્તા અને હાઉસિંગના મુદ્દા ઉઠાવ્યા

Ahmedabad News: અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારના જટિલ પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી, જેના પર હકારાત્મક નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Ahmedabad News

નિયમોનું પાલન કરીને હકારાત્મક ઉકેલ લાવો

જિલ્લા કલેક્ટર સુજિત કુમારે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, "સરકારના કાયદાઓ અને નિયમોનું પાલન કરીને પ્રજાના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવું એ આપણા સૌની ફરજ છે." તેમણે સંકલન ફોરમમાં આવેલા પ્રશ્નોને અગ્રતા આપવા અને નિયમાનુસાર સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા માટે સંકલનના અધિકારીઓને તાકીદ કરી હતી.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મુખ્ય પ્રશ્નો

આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા

વિસ્તાર - મુખ્ય રજૂઆતો

ગ્રામ્ય વિસ્તાર - સિંચાઈ સંબંધિત પ્રશ્નો, વરસાદી પાણીના નિકાલ, સાફસફાઈ, રસ્તાઓના કામો અને ગેરકાયદે દબાણ દૂર કરવાના મુદ્દા.
શહેરી વિસ્તાર - ગેરકાયદે દબાણ હટાવવા, હાઉસિંગ બોર્ડ સંબંધિત પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્રો, નવી પોલીસ ચોકીની સ્થાપના, કાયદો અને વ્યવસ્થાનો ચુસ્ત અમલ તથા અશાંતધારાના અમલ બાબતે રજૂઆતો.

ધારાસભ્યોએ ગટર અને સેનિટેશન સંબંધિત પ્રશ્નો પર પણ ધ્યાન દોર્યું હતું. કેટલાક નીતિ વિષયક નિર્ણયોના ઉકેલ માટે ઉચ્ચસ્તરે દરખાસ્ત મોકલીને નિકાલ લાવવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં મહાનુભાવોની ઉપસ્થિતિ

આ સંકલન બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો સર્વ અમિતભાઈ ઠાકર, અમિતભાઈ શાહ, જીતેન્દ્ર પટેલ, ડૉ. પાયલબેન કુકરાણી, દિનેશસિંહ કુશવાહ, ડૉ. હસમુખ પટેલ, હર્ષદભાઈ પટેલ, હાર્દિક પટેલ, બાબુભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી અને ઇમરાન ખેડાવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી તંત્ર તરફથી જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, ડીસીપી ભરત રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેક્ટર હાર્દ શાહ તેમજ અમદાવાદ ગ્રામ્ય અને શહેરના સંકલન અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X