અમદાવાદમાં કોરોના વાયરસના નવા 405 કેસ, ત્રણ લોકોના મોત
મદાવાદમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો યથાવત રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો યથાવત રહ્યો છે. રવિવારે કોરોના વાયરસના દૈનિક કેસોમાં 141 કેસનો ઘટાડો જોવા મળ્યો હતો. નવા 405 કેસ અને ત્રણ સંક્રમિત દર્દીઓના મોત નીપજ્યા હતા. એક જ દિવસમાં 1253 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ હતુ. શહેરમાં કુલ ત્રણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હતા જેમાંથી એક સ્થળને નિયંત્રણ મુક્ત કરાતા હવે માત્ર બે સ્થળ માઈક્રોકન્ટેઈમેન્ટ હેઠળ છે.

તમને જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરીના રોજ શહેરમાં કોરોનાના 546 કેસ નોંધાયા હતા. એક દિવસમાં દૈનિક કેસ ઘટતા રવિવારે નવા 405 કેસ નોંધાતા હવે આગામી દિવસોમાં કોરોના વાયરસના કેસો કાબુમાં આવી જવાની સંભાવના છે. માર્ચ 2020થી શહેરમાં કોરોના મહામારીમાં અત્યાર સુધી શહેરમાં કુલ 3,75,157 કેસ નોંધાયા છે. કુલ 3,64,892 લોકો કોરોના મુક્ત થયા છે. શહેરમાં કોરોના સંક્રમિત થવાથી 3589 લોકોના મોત થવા પામ્યા છે.
રવિવારે શહેરમાં 1376 લોકોને કોરોના રસીને પહેલો ડોઝ જ્યારે 7035 લોકોને રસીનો બીજો ડોઝ અને 1275 લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ 9686 લોકોને કોરોના રસી અપાઈ હતી. 15થી 18 વર્ષની વયમાં 756 બાળકોને રસીનો પહેલો ડોઝ અને 3024 બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1274 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 3 જાન્યુઆરીએ 41 દિવસ બાદ નોંધાયેલા કોરોનાના આ સૌથી ઓછા કેસ છે. રાજ્યમાં તમામ જિલ્લામાં હવે કોરોનાના નવા કેસનો આંક 500થી નીચે નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં 4 ફેબ્રુઆરીએ કોરોનાના 6097 કેસ નોંધાયા હતા. આમ 10 દિવસમાં દૈનિક કેસની ગતિમાં 79 ટકાનો ઘટાડો થયો છે.












Click it and Unblock the Notifications
