For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: ક્રાઇમ બ્રાંચે લિક્વિડ મંગાવવાના બહાને છેતરપીંડી કરતી નાઇઝેરીયન ગેંગનો પર્દાફાશ કર્યો

અમદાવાદ: વેપારીની ફરીયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નાઇઝેરીયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભારતમાંથી લિક્વિડ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહારો કેળવી છેતરપિંડી આચરતા લોકોની ધરપકડ કરી હતી. આ ઠગો પોલે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ: વેપારીની ફરીયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નાઇઝેરીયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભારતમાંથી લિક્વિડ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહારો કેળવી છેતરપિંડી આચરતા લોકોની ધરપકડ કરી હતી. આ ઠગો પોલેંડની કંપનીના નામે છેતરપિંડી આચરતા હતા. આ ઠગ્સ ANIGRA LIQUID EXTRACT નામનુ લિક્વિડ લીટર દીઠ 1 લાખ 18 હજારના ભાવે ખરીદતા હતા.

Ahmedabad

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંગ યાદવ તથા સાયબર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર શ્રી અમીત વસાવાએ આ બનાવને ગંભીરતાથી લીધા હતા. તેમણે આવા વિદેશથી ફ્રેસબુક ઉપર ફ્રેન્ડશીપ કરી તેમજ મોબાઇલ ફોન પર તેમજ અન્ય સોશીયલ મિડીયા પર ધંધાકીય લાલચ આપી છેતરપીંડી કરવાના બનાવો તાજેતરમાં મોટા પ્રમાણ બનતા હોય તેને ત્વરીત શોધી કાઢી આરોપી પકડી પાડવા હુકમ કર્યો હતો. તેઓએ ફરીયાદનો અભ્યાસ કરી ફરીયાદીને આવેલ ઇ-મેલ તેમજ મોબાઇલ ફોન નંબરની ટેકનીકલી એનાલીસિસ કરી કર્યું હતુ.

પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતાં સમગ્ર ષડયંત્ર મુંબઇ મહારાષ્ટ્રથી ઓપરેટ થતુ હોવાનુ અને તેને નાઇજીરીયન ગેંગના સભ્યો ઓપરેટ કરતાં હોવાનુ જણાયુ હતુ. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુંબઇથી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઇલ ફોન તથા જે પ્રવાહી માટે લોકોની સાથે છેતરપીંડી કરતાં હતાં તે પ્રવાહી ભરેલી 7 બોટલો જપ્ત કરી હતી. આરોપીઓએ અલગ-અલગ રાજ્યોમાં ઘણા લોકો સાથે છેતરપીંડી કરી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ હતુ. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Ahmedabad: Crime branch exposes Nigerian gang cheating under the pretext of ordering liquids
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X