For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

103 કિલો વજનની એક મહિલાના પેટમાંથી કઢાઈ 47 કિલોની ગાંઠ, હવે વજન થઈ ગયુ 49 કિલો

અમદાવાદ શહેરની એક કૉર્પોરેટ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે 56 વર્ષીય મહિલાના પેટમાંથી 47 કિલોની ગાંઠ કાઢી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદ શહેરની એક કૉર્પોરેટ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે 56 વર્ષીય મહિલાના પેટમાંથી 47 કિલોની ગાંઠ કાઢી છે. આ ઉપરાંત 7 કિલોની ચરબી પણ દૂર કરવામાં આવી છે. 103 કિલોની મહિલાનુ વજન હવે 49 કિલો થઈ ગયુ છે. ગાંઠના કારણે કિડની, હ્રદય અને ફેફસાં પર દબાણ આવતુ હતુ. જેથી આ સર્જરી જટીલ બની હતી. જો નાની ચૂક પણ થાય તો રક્તસ્ત્રાવના કારણે ઑપરેશન ટેબલ પર મહિલાનુ મોત થવાની શક્યતા હતી. આ સમગ્ર દેશમાં સૌથી મોટી નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો ડૉક્ટર્સનો દાવો છે.

operation

દાહેદની મહિલાના પુત્રએ જણાવ્યુ કે, 'મારી માતાને 2004થી પેટમાં ગાંઠ હતી. 2005મા ગોધરામાં સર્જરી કરાવવામાં આવી હતી પરંતુ ગાંઠ શરીરના અંગો સાથે જોડાયેલી હોવાથી મોત થવાની શક્યતા હોવાનુ જણાવીને સર્જરી પૂરી થઈ શકી નહોતી. ત્યારથી અત્યાર સુધી મારી માતાને પેટમાં કોઈ દુઃખાવો નહોતો પરંતુ વજન સતત વધવાના કારણે પથારીવશ હતા. ઈન્ટનેટ પર સર્ચ કરીને દિલ્લીની એક હોસ્પિટલના સર્જનનો સંપર્ક કરતા તેમણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં જવાનુ સૂચન કર્યા બાદ અમે આ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ટ્યુમર મોટુ હોવાથી સર્જરી જોખમી હતી પરંતુ ડૉક્ટરોની ટીમે ચાર કલાકની સફળ સર્જરી કરતા મારી માતા સ્વસ્થ થઈ ગઈ છે.'

તમને જણાવી દઈએ કે ગાંઠ એટલી મોટી હતી કે સીટી સ્કેન મશીનમાં પણ જઈ શકે તેમ નહોતી. 47 કિલોના મોટા ટ્યુમરના લીધે મહિલા સિટી સ્કેન મશીનમાં જઈ શકે તેમ ન હોવાથી સિટી સ્કેન મશીનમાં ટેકનિકલ ચેન્જીસ કરીને મહિલાને અન્ય દર્દી કરતા અલગ પોઝિશન આપીને સ્પેશિયલ સિટી સ્કેન કર્યો હતો. મહિલા 18 વર્ષથી પીડા સહન કરી રહ્યા હતા. આ જવલ્લે જ જોવા મળતુ 47 કિલોનુ સૌથી મોટુ ટ્યુમર છે. મહિલાને 18 વર્ષથી ગાંઠ હતી જે ધીમે-ધીમે વધી હતી. ગાંઠના કારણે મહિલા હલન-ચલન કરી શકતા નહોતા. 27 જાન્યુઆરીએ સફળ સર્જરી બાદ બ્લડપ્રેશર અને શ્વાસોચ્છવાસ કંટ્રોલ કરવા માટે આઈસીયુમાં રાખ્યા બાદ હવે મહિલા સ્વસ્થ થઈ ગયા છે.

English summary
Ahmedabad: Doctors successfully removed 47 kg tumor from woman's stomach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X