For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ahmedabad election result 2022 : અમદાવાદ જિલ્લામાં ભાજપને 19 બેઠક અને 2 બેઠક કોંગ્રેસને મળી

ahmedabad election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે અને 1 બેઠક પર આગળ છે.

|
Google Oneindia Gujarati News

ahmedabad election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે અને 1 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

Recommended Video

અમદાવાદ : જિલ્લામાં કોને મળ્યાં જનતાના આશિર્વાદ, જાણો કોણ બન્યું ધારાસભ્ય

bjp

ahmedabad election result 2022 : અદાવાદ વિધાનસભા બેઠક

અમદાવાદ જિલ્લામાં આવેલી 21 બેઠકમાંથી 19 બેઠક ભાજપને અને 2 કોંગ્રેસને મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ અમદાવાદમાં ખુલ્યું નથી. જેમાં દાણીલીમડા અને જમાલપુરમાંથી કોંગ્રેસની જીત થઇ છે. જ્યારે બાકીની તમામ 19 બેઠકો ભરતીય જનતા પાર્ટીએ જીતી છે.

વિરમગામ બેઠક

વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનો વિજય થયો છે. જેમને 99155 મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુવરજી ઠાકોરને 47448 અને કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડને 42724 મત મળ્યા છે.

સાણંદ બેઠક

સાણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કનુભાઇ પટેલનો વિજય થયો છે. જેમને 100083 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ કોળીને 64714 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ વાઘેલાને 15871 મત મળ્યા છે.

ઘાટલોડિયા બેઠક

ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનો વિજય થયો છે. જેમને 213530 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને 21267 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલને 16194 મત મળ્યા છે.

વેજલપુર બેઠક

વેજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકરનો વિજય થયો છે. જેમને 125431 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલને 59151 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલને 19425 મત મળ્યા છે.

વટવા બેઠક

વટવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવનો વિજય થયો છે. જેમને 131031 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીને 45255 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિપિન પટેલને 23352 મત મળ્યા છે.

એલિસબ્રિજ બેઠક

એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહનો વિજય થયો છે. જેમને 119323 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભિખુ દવેને 14527 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પારસ શાહને 9467 મત મળ્યા છે.

નારણપુરા બેઠક

નારણપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલનો વિજય થયો છે. જેમને 108160 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને 15360 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલને 11785 મત મળ્યા છે.

નિકોલ બેઠક

નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્માનો વિજય થયો છે. જેમને 93714 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રણજીત બારડને 35516 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ગજેરાને 14811 મત મળ્યા છે.

નરોડા બેઠક

નરોડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. પાયલ કુલકર્ણીનો વિજય થયો છે. જેમને 112767 મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીને 29254 અને કોંગ્રેસના ઉમેદવાર મેધરાજ દુધવાનીને માત્ર 8027 મત મળ્યા છે.

ઠક્કરબાપાનગર બેઠક

ઠક્કરબાપાનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંચન રાદડિયાનો વિજય થયો છે. જેમને 89409 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિજયકુમારને 25610 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીને 17456 મત મળ્યા છે.

બાપુનગર બેઠક

બાપુનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ કુશ્વાહનો વિજય થયો છે. જેમને 59465 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 47395 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ દિક્ષિતને માત્ર 6384 મત મળ્યા છે.

અમરાઈવાડી બેઠક

અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. હસમુખ પટેલનો વિજય થયો છે. જેમને 93994 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ પટેલને 50722 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ગુપ્તાને માત્ર 7782 મત મળ્યા છે.

દરિયાપુર બેઠક

દરિયાપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૌશિક જૈનનો વિજય થયો છે. જેમને 61090 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદિન શેખને 55847 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તાજ કુરેશીને 4164 મત મળ્યા છે.

જમાલપુર-ખાડિયા બેઠક

જમાલપુર-ખાડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાનો વિજય થયો છે. જેમને 58487 મત મળ્યા છે. જ્યારે ભાજપના ભુષણ ભટ્ટને 44829 મત મળ્યા છે અને જમીનદાર પાર્ટીના ઉમેદવાર શાબિર કાબલીવાલાને 15677 મત મળ્યા છે.

મણિનગર બેઠક

મણિનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમુલ ભટ્ટનો વિજય થયો છે. જેમને 111735 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સીએમ રાજપુતને 22150 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ પટેલને 13899 મત મળ્યા છે.

દાણીલીમડા બેઠક

દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારનો વિજય થયો છે. જેમને 69130 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર નરેશકુમાર વ્યાસને 55643 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયાને 23251 મત મળ્યા છે.

સાબરમતી બેઠક

સાબરમતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. હર્ષદ પટેલનો વિજય થયો છે. જેમને 120202 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ મહિડાને 21518 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસવંત ઠાકોરને 10590 મત મળ્યા છે.

અસારવા બેઠક

અસારવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાનો વિજય થયો છે. જેમને 80155 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પટેલને 25982 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે જે મેવાડાને 15465 મત મળ્યા છે.

દસ્ક્રોઈ બેઠક

દસ્ક્રોઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુ પટેલનો વિજય થયો છે. જેમને 159107 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઉમેદી ઝાલાને 67470 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કિરણ પટેલને 19644 મત મળ્યા છે.

ધોળકા બેઠક

ધોળકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરિટસિંહ ડાભીનો વિજય થયો છે. જેમને 84773 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને 71368 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જટ્ટુબા ગોલને 4632 મત મળ્યા છે.

ધંધુકા બેઠક

ધંધુકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાળુભાઇ ડાભીનો વિજય થયો છે. જેમને 55456 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરપાલ ચુડાસમાને 40132 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદુ બામરોલિયાને 4267 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
ahmedabad election result 2022 : BJP got 19 seats and Congress 2 seats in ahmedabad district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X