For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ જીઆઈડીસી ફેઝ 4માં ગેસ લીકેજથી લોકોમાં નાસભાગ, 2 વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાતે ગેસ લીકેજની ઘટના બની હતી

|
Google Oneindia Gujarati News

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાતે ગેસ લીકેજની ઘટના બની હતી જેમાં 2 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને બેચેની લાગતા ઘરની બહાર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડ અને મોનિટરીંગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. પ્રાથમિક તપાસમાં કંઈ વાંધજનક સામે ન આવતા રાહત મળી હતી.

vatva gidc

બનાવની વિગત એવી છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વટવા જીઆઈડીસીના મચ્છુનગરમાં રાતે લગભગ સાડા દસ વાગે નાસભાગ મચી ગઈ. ફેઝ-4માં ગેસ ગળતરની ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાતા નાસભાગ થઈ ગઈ હતી. જેમાંથી 2 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યુ હતુ કે ગેસ લીકેજ ચાલુ થયો એ વખતે નાના બાળકો સહિત વડીલોને થોડો સમય શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. લોકોને બેચેની થઈ રહી હતી જેના કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. બનાવને પગલે આગળની તપાસ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાતે સાડા દસ વાગે મ્યુનિસિપાલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ પર માહિતી આપવામાં આવી હતી. વરસાદ અને વધુ પવનને કારણે કઈ બાજુને ગેસ છે એ શોધવામાં તપાસ ટીમને મુશ્કેલી પડી રહી છે. જો કે સ્થિતિ કંટ્રોલમાં છે અને આસાપાસની કંપનીઓમાંથી પણ માહિતી લેવામાં આવી છે. જીપીસીબીની મદદ લેવાઈ રહી છે જેનાથી ઓક્સિજન, કાર્બન મોનોક્સાઈડ કે બીજા કોઈ મલ્ટીપલ ગેસ કેટલા છે તે ચકાસી શકાશે. જે આવતા 24 કલાક સુધી મોનિટરીંગ કરશે. આના દ્વારા કયો ગેસ, કેટલા પ્રમાણમાં લીકેજ થાય છે તેની તપાસ કરવામાં આવશે.

English summary
Ahmedabad GIDC Phase 4 gas leak, 2 people shifted to hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X