For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમદાવાદને આવતા 5 વર્ષોમાં 19% વધુ પાણીની જરુર પડશે'

અમદાવાદ શહેરમાં જો હાલનો દર યથાવત રહ્યો તો આવતા પાંચ વર્ષોમાં 19 ટકા વધુ પાણીની જરુર પડશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ અમદાવાદ શહેરમાં જો હાલનો દર યથાવત રહ્યો તો વર્ષ 2021ની સરખામણીમાં આવતા પાંચ વર્ષોમાં 19 ટકા વધુ પાણીની જરુર પડશે. 2021ના ડેટા મુજબ શહેરમાં પ્રતિ દિન પાણીની ખપત 135 પ્રતિ લિટર પ્રતિ દિન હતી.

water

સેપ્ટ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ 2011ની વસ્તી ગણતરી અનુસાર લગભગ 21 લાખની વસ્તી સાથે, પશ્ચિમી શહેરના ભાગ(પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર), અમદાવાદની વસ્તીનો 37 ટકા ભાગ છે. પરંતુ જ્યારે પીવાના પાણીની વાત આવે ત્યારે આ વિસ્તાર શહેર દ્વારા પ્રતિદિન ખપત કરતા1117 મિલિયન લિટર પ્રતિ દિવસ(એમએલડી) પાણીમાંથી 51 ટકા હિસ્સાની ખપત કરે છે.

અભ્યાસ મુજબ પાંચ વર્ષોમાં અમદાવાદના પૂર્વ ભાગમાં પાણીની ખપત 273થી 325 મિલિયન પ્રતિ લિટર પ્રતિ દિવસ 19% થઈ. જ્યારે પશ્ચિમ ભાગમાં પાણીની ખપત 174થી 204 મિલિયન પ્રતિ લિટર પ્રતિ દિવસ 17% થઈ. આ અભ્યાસે શહેરને ત્રણ શ્રેણીમાં વિભાજિત કર્યુ. જ્યાં વધુ ખાલી જમીન ઉપલબ્ધ છે, શહેરનો મુખ્ય ભાગ અને બીઆરટીએસ અને એમઆરટીએસવાળો પરિવહન પ્રભાવિત ઝોન. અભ્યાસમાં આ ત્રણે શ્રેણીઓ માટે અનુક્રમે 4%, 2% અને 3.2%ના વિકાસ દરને ધ્યાનમાં લેવામાં આવ્યો.

પ્રોજેક્ટ શિક્ષક જોશીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનો વિચાર રૈખિક અને પ્રગતિશીલ વિકાસ વચ્ચેના અંતરને પ્રકાશમાં લાવવાનો હતો. રૈખિક વિકાસ વસ્તી ગણતરીના અનુમાનો પર આધારિત છે જ્યારે બજારના અનુમાન, જેને સારી અર્થવ્યવસ્થા પરિદ્રશ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉચ્ચ વિકાસ દરને દર્શાવે છે. તેમણે કહ્યુ કે આ રીતના અનુમાન યોજનાકારોને સારુ પરિદ્રશ્ય આપી શકે છે. વળી, તેમણે કહ્યુ કે એ કોર ક્ષેત્રોની તુલનામાં કિનારાના ક્ષેત્રોમાં વધુ ધ્યાન આપવાની જરુર હોય છે.

English summary
Ahmedabad may need 19% more water in 5 years says CEPT Study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X