For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં નવા 9 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા, કુલ સંખ્યા થઈ 165

અમદાવાદમાં નવા 9 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. જેના કારણે અમદાવાદમાં નવા 9 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે અમુક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુકત કરાયા છે.

micro containment

તમને જણાવી દઈએ કે અમદાવાદના અમુક વિસ્તારોમાં કોરોના વાયરસના વધુ કેસ જોવા મળી રહ્યા છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે. 14 જાન્યુઆરીના રોજ પણ અમદાવાદમાં નવા 43 ઘરના 148 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જો કે અમુક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 177માંથી ઘટીને 165 થઈ ગઈ છે. 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 14 જાન્યુઆરીના રોજ કોરોનાના 10019 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે 2 લોકોના મોત થયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોના લીધે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં 14 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ વધીને 55,798 થયા તેમજ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યના અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3090 કેસ નોંધવામાં આવ્યા છે.

English summary
Ahmedabad micro containment zone announce by AMC, total number 165
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X