For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી, આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદમાં કોલ્ડવેવથી રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદમાં કોલ્ડવેવથી રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. અમદાવાદમાં 10 વર્ષ પછી 6.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યુ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવની અસરના કારણે મોટાભાગના શહેરો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે. હજુ આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડીનુ જોર યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

winter

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરીથી એક વાર કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માટે અમદાવાદમાં કોલ્ડવેવ રહેશે. જ્યારે બે દિવસ કચ્છ અને નલિયામાં સિવિયર કોલ્ડવેવની અસર રહેશે. રાજ્યના 9 શહેરોાં 10 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન નલિયા કરતા પણ નીચુ 4.3 ડિગ્રીએ પહોંચી જતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

નલિયામાં 4.6 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ. અમદાવાદ શહેરનુ તાપમાન 6.7 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા, ભરુચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલ, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ઉત્તરપૂર્વીય પવનોના કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે જ્યારે બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બિમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હવામાન બદલાઈ રહ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાયા હતા અને સામાન્ય દિવસોમાં રાત્રિ દરમિયાન 3થી 7 કિલોમીટરની ગતિના પવનો ચાલુ રહેતા હોય છે તેને બદલે રવિવારે રાતે 11.30 પછી પવનની ગતિ શૂન્ય પર પહોંચી ગઈ હતી. જેના કારણે અચાનક ઠંડીમાં વધારો થયો છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે તેમજ 26 કે 27 જાન્યુઆરીએ ફરીથી 6 કે 7 ડિગ્રી તાપમાન ગગડવાની સંભાવના છે.

English summary
Ahmedabad record-breaking 6.7 degree cold, cold wave forecast for next few days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X