For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્લફ્રેન્ડની બીજા સાથે સગાઈ થતા સિક્યોરિટી ગાર્ડ નકલી આઈડી બનાવી કરવા લાગ્યો આવા કરતૂત

એક સિક્યોરિટી ગાર્ડની મહિલા સાથે દોસ્તી હતી. એ મહિલાની જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સાથે સગાઈ થઈ ગઈ તો સિક્યોરિટી ગાર્ડ ગુસ્સે થઈ ગયો અને આવા કરતૂતો કરવા લાગ્યો.

|
Google Oneindia Gujarati News

એક સિક્યોરિટી ગાર્ડની મહિલા સાથે દોસ્તી હતી. એ મહિલાની જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સાથે સગાઈ થઈ ગઈ તો સિક્યોરિટી ગાર્ડ ગુસ્સે થઈ ગયો. તે ખુદ એ મહિલા સાથે સંબંધ રાખવા ઈચ્છુક હતો. આ તરફ મહિલાએ તેની સાથે વાત કરવાનુ બંધ કરી દીધુ. સિક્યોરિટી ગાર્ડે એ મહિલાની ફેસબુક પર નકલી આઈડી બનાવી લીધી. ત્યારબાદ એ આઈડીમાં તેણે એના જ ફોટા અપલોડ કર્યા. સાથે મહિલાના ફિયાન્સનો ફોટો નાખ્યો અને ઉલ્ટુ સીધુ પોસ્ટ કરવા લાગ્યો. આ વસ્તુની જાણ થતા મહિલાએ સાઈબર સેલમાં ફરિયાદ કરી દીધી. ત્યારબાદ સાઈબર સેલે તેને પકડી લીધો.

Ahmedabad

પોલિસ અધિકારીએ જણાવ્યુ કે મહિલાની ફરિયાદના આધારે આરોપી રાકેશ લેઉવા(31)ને શહેરના બાપુનગરના ભીડભંજન વિસ્તારથી પકડી લેવામાં આવ્યો છે. રાકેશ લેઉવા મૂળ ગાંધીનગર જિલ્લાના ચરાડવાનો રહેવાસી છે. તે નવમાં ધોરણ સુધી ભણ્યો છે અને સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. પૂછપરછમાં રાકેશ લેઉવાએ પોતાનો ગુનો કબૂલી લીધો. તેની પાસે ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

આ તરફ અમદાવાદના જ નારોલ વિસ્તારમાં આકૃતિ ટાઈનશીપ ચાર રસ્તા પાસે પોલિસની ટીમે શાતિર ચોરને પકડી લીધો છે. તેની પાસેથી સોના-ચાંદીના ઘરેણા ઉપરાંત મોબાઈલ ફોન સહિત 33 હજાર રૂપિયાનો સામાન મળ્યો છે. પોલિસે જણાવ્યુ કે નારોલ નિવાસી મોહમ્મદ ફિરોઝ અનસારી(30) પહેલા પણ ચોરીના અલગ અલગ કેસોમાં પકડાઈ ચૂક્યો હતો. બાદમાં તે ફરીથી ગુના કરવા લાગ્યો. તેણે થોડા દિવસ પહેલા શહેરના કોટ વિસ્તારમાં ચોરી કરી હતી. આ દરમિયાન પોલિસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો. નવથી દસ વર્ષ પહેલા પણ ગુનેગારને બાપુનગર તેમજ રામોલ પોલિસે પકડ્યો હતો.

પાયલટ જૂથની અરજી પર હાઈકોર્ટ 24 જુલાઈએ સંભળાવશે ચુકાદોપાયલટ જૂથની અરજી પર હાઈકોર્ટ 24 જુલાઈએ સંભળાવશે ચુકાદો

English summary
Ahmedabad: Security guard create fake Account of female friend, arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X