For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008: 13 વર્ષ પછી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ, જાણો કેવી રીતે રચાયુ ષડયંત્ર

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ 2008માં 13 વર્ષ પછી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ, જાણો કેવી રીતે રચાયુ ષડયંત્ર.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વર્ષ 2008માં અમદાવાદમાં એક સાથે અલગ અલગ જગ્યાએ 21 સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ધમાકામાં 13 વર્ષ વીત્યા બાદ આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવીને 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા સંભળાવી છે જ્યારે 11ને આજીવન કેદની સજા આપવામાં આવી છે. દેશના ઈતિહાસમાં આવુ પહેલી વાર છે જ્યારે એક સાથે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. દોષિતો પર યુપીએ હેઠળ આરોપ સાબિત કરવામાં આવ્યા અને તેમને સજા સંભળાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 13 વર્ષ પહેલા 26 જુલાઈ, 2008માં અમદાવાદમાં 70 મિનિટની અંદર 20 જગ્યાએ 22 ધમાકા કરવામાં આવ્યા હતા. આ સીરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે 240 લોકો આ આતંકી હુમલામાં ઘાયલ થયા હતા.

વળતરનુ એલાન, દોષિતોને દંડ

વળતરનુ એલાન, દોષિતોને દંડ

આ કેસમાં સજાનુ એલાન કરીને કોર્ટે બ્લાસ્ટ કેસમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાનુ વળતર આપવા માટે પણ કહ્યુ છે. સાથે જ જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને 50 હજાર રૂપિયા અને સામાન્ય રીતે ઘાયલોને 25 હજર રૂપિયા આપવા માટે કહ્યુ છે. દોષિતોમાં ઉસ્મા અગરબત્તીવાલાને આર્મ એક્ટ હેઠળ ફાંસીની સજા કરવામાં આવી છે જ્યારે તેને એક વર્ષની વધુ જેલની સજ આર્મ્સ એક્ટમાં દોષિ સાબિત થવા માટે સંભળાવવામાં આવી છે. કોર્ટે બધા 48 દોષિતો પર 2.85-2.85 લાખ રૂપિયાને દંડ પણ લગાવ્યો છે. જ્યારે અગરબત્તીવાલા પર 2.88 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

13 વર્ષ ચાલી સુનાવણી

13 વર્ષ ચાલી સુનાવણી

આ સમગ્ર મામલે 13 વર્ષ સુદી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન ઘણી વાર જજ પણ બદલાયા પરંતુ આજે છેવટે આ બ્લાસ્ટમાં દોષિતોને સજા કરવામાં આવી. આ સમગ્ર કેસને 19 દિવસમાં જ ઉકેલી લેવામાં આવ્યો હતો. કેસમાં 30 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જ્યારે 35થી વધુ એફઆઈઆપ આ કેસમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ 2009માં આ બ્લાસ્ટને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો. આ સમગ્ર કેસમાં કુલ 78 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો અને 1100 લકોની આ કેસમાં સાક્ષી થઈ. કેસમાં 521 ચાર્જશીટ દાખલ થઈ હતી.

7 જજ બદલાયા

7 જજ બદલાયા

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટની સુનાવણી 13 વર્ષ સુધી ચાલી આ દરમિયાન 7 જજોને બદલવામાં આવ્યા. 13 વર્ષ સુધી લાંબી રાહ બાદ આજે છેવટે 49 આરોપીને દોષી ગણવામાં આવ્યા જ્યારે 28ને આ કેસમાં છોડી મૂકવામાં આવ્યા. આ હુમલાને એ રીતે અંજામ આપવામાં આવ્યો હતો કે વધુમાં વધુ લોકોના જીવ જાય. અમદાવાદમાં ગુજરાત સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, બસ, પાર્કિંગમાં ઉભેલી બાઈક અને કારોમાં બૉમ્બ લગાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બૉમ્બ લગાવવા પાછળનો હેતુ એ હતો કે જ્યારે ઘાયલો ત્યાં પહોંચે તો તેમને રાહત ના મળે. કલોલ અને નરોડામાં લગાવવામાં આવેલ બે બૉમ્બ ફાટ્યા નહોતા. મહત્વની વાત એ છે કે 2008માં જયપુર, બેંગલોર બાદ અમદાવાદ ત્રીજુ શહેર હતુ જ્યાં વિસ્ફોટ થયો હતો.

ઈન્ડિયન મુજાહીદ્દીને લીધી હતી જવાબદારી

ઈન્ડિયન મુજાહીદ્દીને લીધી હતી જવાબદારી

તમામ મીડિયા હાઉસને મોકલેલા ઈમેલમાં ઈન્ડિયન મુજાહીદ્દીને આ હુમલાની જવાબદારી લીધી હતી. 27 જુલાઈને પણ આ પ્રકારના હુમલા સુરતમાં કરવામાં આવ્યા હતા. અહીં એક સફાઈ કર્મચારી રેડિયો પોતાના ઘરે લઈ ગયો હતો. તેને લાગ્યુ કે આ રેડિયો છે પરંતુ તેમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટે કુલ 29 લાઈવ બૉમ્બને પોલિસે ટ્રેક કરવામાં સફળતા મેળવી હતી જેમાંથી એક પણ ફૂટ્યો નહોતો કારણકે તેની બેટરી લો વોલ્ટેજ હતી. 2010 અને 2011માં પૂણેની જર્મન બેકરી અને મુંબઈમાં પણ વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં આરડીએક્સ અને એનએફઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

English summary
Ahmedabad serial blast 2008 court pronounce historical verdict to hand 38 all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X