
Ahmedabad serial blasts: 49 દોષીઓની સજા પર ચુકાદો આજે, જે છૂટી ગયા તે હજુ જેલમાં જ રહેશે
અમદાવાદઃ અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 સ્થળોએ થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટના દોષીતોની સજા પર આજે ચુકાદો આવશે. આ પહેલા સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે 6752 પાનાના ચુકાદામાં 78માંથી 49 આરોપીઓને દોષી ગણાવ્યા. વળી, 28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી દીધા. જો કે, છોડવામાં આવેલા 28માંથી 22 જેલમાંથી બહાર નહિ નીકળી શકે કારણકે તેમની સામે અન્ય રાજ્યોમાં કેસ ચાલી રહ્યા છે.

દેશમાં પહેલી વાર એક સાથે આટલા આરોપી દોષી ગણાવાયા
આતંકી હુમલાના દોષીતોને અમદાવાદની સ્પેશિયલ કોર્ટ આજે બુધવારે સજા સંભળાવશે. આ કોર્ટમાં દેશમાં પહેલી વાર એકસાથે 49 આરોપીઓને આતંકવાદના ગુનામાં દોષી ગણવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે આરોપીઓને જેહાદી ષડયંત્ર અને આતંકવાદી હુમલામાં દોષી માન્યા છે. પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે આખા મામલે કુલ 51 લાખ પેજની ચાર્જશીટ બની. આમાં 1163 સાક્ષીઓની સાક્ષી કાયદેસર ગણવામાં આવી. 2009થી આ કેસની સુનાવણી રોજ કરવામાં આવી.

21 ધમાકાથી શહેરમાં 56 લોકોના જીવ ગયા
આતંકવાદીઓએ અમદાવાદમાં 70 મિનિટમાં 20 સ્થળોએ એક પછી એક 21 બ્લાસ્ટ કર્યા હતા. તે દિવસ હતો 26 જુલાઈ, 2008 અને ષડયંત્રનો સમય સવારનો. આ બ્લાસ્ટમાં 56 લોકોના જીવ ગયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ હુમલો પાકિસ્તાની આતંકવાદીઓની મિલીભગતથી થયા હતા. માટે હુમલા બાદ મુખ્ય આરોપી યાસિન ભટકલ, રિયાઝ ભટકલ અને ઈકબાલ પાકિસ્તાન ભાગી ગયા હતા. જો કે, બાદમાં યાસિનને દબોચી લેવામાં આવ્યો હતો.

7 રાજ્યોની જેલોમાં કરવામાં આવ્યા કેદ
હુમલા બાદ પોલિસ તેમજ સુરક્ષા એજન્સીઓની વિવિધ કાર્યવાહીમાં બે ડઝનથી વધુ આરોપીઓને પકવામાં આવ્યા. એ આરોપીઓેને મુંબઈ, દિલ્લી, બેંગલુરુ, જયપુર અને કેરળ સરહિત 7 રાજ્યોની જેલોમાં કેદ કરવામાં આવ્યા. પોલિસે જણાવ્યુ કે આવા બે ડઝનથી વધુ આરોપી છે. વળી, આ કેસમાં એકલા અમદાવાદમાં 20, સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી. આજે આ કેસમાં અદાલત ચુકાદો સંભળાવશે. ચુકાદાને જોતા અમદાવાદ પોલિસે સવારે 10 વાગ્યાથી એલર્ટ આપી દીધુ છે.