અમદાવાદનો શાહીબાગ રેલ્વે અંડર પાસ 5 દિવસ માટે બંધ રહેશે, જાણો કેમ?
અમદાવાદનો ધમધમતો શાહીબાગ રેલવે અંડરપાસ આગામી પાંચ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ નિર્ણય શહેરમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ગતિ આપવા લેવાયો છે.

ટ્રાફિક વિભાગના જાહેરનામા મુજબ, અંડરબ્રિજ પરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેક માટે સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની ગંભીર કામગીરી હાથ ધરાશે.
સુરક્ષા માટે અને કામગીરીમાં અડચણ નિવારવા અંડરપાસના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો સંપૂર્ણપણે બંધ રહેશે. આ બંધ 23 જાન્યુઆરી રાત્રે 8:00 વાગ્યાથી 28 જાન્યુઆરી રાત્રે 12:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
ટ્રાફિક જામ નિવારવા નાગરિકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર થયા છે. દિલ્હી દરવાજાથી એરપોર્ટ માટે શિલાલેખથી રિવરફ્રન્ટ થઈને જઈ શકાશે. અસારવા, ગીરધરનગર, કાલુપુર તરફનો પ્રવાસ શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજ દ્વારા કરવો.
વધારામાં, અસારવાથી ગાંધીનગર જવા આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાંથી, અને ગાંધીનગરથી શહેર તરફ રિવરફ્રન્ટનો ઉપયોગ સૂચવાયો છે. આ પાંચ દિવસ દરમિયાન શાહીબાગમાં ટ્રાફિકનું ભારણ વધશે. વાહનચાલકોને અગાઉથી આયોજન કરી, રિવરફ્રન્ટનો વધુ ઉપયોગ કરવા વિનંતી છે.












Click it and Unblock the Notifications
