For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પહેલા દિલ્લી-અમદાવાદ ફ્લાઈટનુ ભાડુ 3000થી વધીને 8000 થયુ

દિવાળીનો તહેવાર નજીક આવતા જ ટ્રાન્સપોર્ટ સેવાઓ મોંઘી થવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક આવતા જ ટ્રાન્સપોર્ટ સેવાઓ મોંઘી થવા લાગી છે. રેલવે અમુક એક્સપ્રેસ ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવીને વધુ ભાડુ વસૂલી રહી છે. વળી, વિમાન કંપનીઓ પણ ભાડામાં જબરદસ્ત વધારો કરી રહી છે. ગુજરાત રાજસ્થાન થઈને દિલ્લી તરફ આવતી ટ્રેનો અત્યારે ગુર્જર આંદોલનના કારણે અટકી ગઈ છે. માટે લોકો હવાઈ સફર કરવા માટે મજબૂર બન્યા છે. વળી, ડિમાન્ડ વધતા હવાઈ સફરનુ ભાડુ ખૂબ જ વધી ગયુ છે.

flight

સામાન્ય રીતે અમદાવાદ-દિલ્લી ફ્લાઈટનુ રેગ્યુલર ભાડુ 3000-3500 રૂપિયા હતુ જે હવે વધારીને 8000 રૂપિયા સુધી જઈ પહોંચ્યુ છે. આ રીતે કેરલ અને ગોવા માટે ફ્લાઈટનુ ભાડુ પણ વધ્યુ છે. દિવાળીનો તહેવાર નજીક આવતા હજુ વધુ ભાડુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી બધી ટ્રેનો પણ ફૂલ જણાવાઈ રહી છે અને લોકોને ટિકિટ નથી મળી રહી. www.makemytrip.com પર આપેલી માહિતી અનુસાર IndiGo 6E-572ને જોઈએ તો લખનઉ થઈને દિલ્લી પહોંચવાના સમય 7 કલાક 20 મિનિટ બતાવવામાં આવી રહ્યો છે. જેની ફ્લાઈટ સવારે 08.05 વાગે અમદાવાદથી ટેક ઑફ થશે અને 15.25 વાગ નવી દિલ્લી લેન્ડ થશે. ભાડુ રૂ.11,315 બતાવવામાં આવ્યુ છે. એ રીતે 9 કલાક 40 મિનિટની દ્રષ્ટિઓ ઈન્ડિગોનુ ભાડુ રૂ.10,999 થઈ ગયુ છે.

ફ્લાઈટના ભાડામાં વધારાનુ મોટુ કારણ ટ્રેનો ન મળવાનો જણાવવામાં આવી રહ્યુ છે. જેમ કે ઉત્તર ભારત માટે ટ્રેન ન મળવા પર લોકો વારાણસી અને લખનઉ જતી ફ્લાઈટોમાં ટિકિટો બુક કરાવી રહ્યા છે. આ રીતે અમદાવાદ-દિલ્લી, ગોવા સહિત અન્ય શહેરો માટે ફ્લાઈટનુ ભાડુ વધી ગયુ છે અને મુસાફરોની ડિમાન્ડ વધવા પર ભાડુ હજુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

US Election 2020: જાણો ક્યારે આવશે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોUS Election 2020: જાણો ક્યારે આવશે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો

English summary
Ahmedabad to Delhi flight fare crosses 8,000 due to Diwali and Gurjar Reservation Movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X