For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાત પ્રવાસે, અમદાવાદ GMDC ખાતે કાર્યકરોને સંબોધશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસે આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસે આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે જ્યાં અમદાવાદ એરપોર્ટ ખાતે પાઘડી પહેરાવી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. ગાંધીનગરમાં કોબા ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેઓ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો હાજર રહેશે. કમલમ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કૉન્ફરન્સ કરશે. ત્યારબાદ બપોરે 12 વાગે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભાજપના મંડળ સ્તરના આશરે સાતેક હજાર કાર્યકરોના સંમેલનનુ સંબોધન કરશે.

jp nadda

અમદાવાદ ખાતે એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના સ્વાગત બાદ તેમણે કહ્યુ કે કોઈ પણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપ કરવુ પડે. આ સ્વાગત મારુ નથી ભાજપના વિચારોનુ છે. બીજા સંગઠનમાં આ સંભવ નથી કે લોકો વહેલા ઉઠીને આ રીતે સ્વાગત કરવા આવે. 1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનુ સ્ટેન્ડ બદલવાની જરુર નથી પડી. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કહ્યુ હતુ કે ગુજરાતનુ સંગઠન વર્ષોથી કામ કરે છે. આજે દિવસભર કાર્યક્રમો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાતમાં આવ્યા છે. સવારે સહુ આવ્યા તેમને વંદન કરુ છુ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના કેન્દ્રીય નેતાઓ રાજ્યમાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જે. પી. નડ્ડા અગાઉ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે તેઓ 1 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પણ જવાના છે.

English summary
BJP national president JP Nadda come to Gujarat visit today, will address at kamalam and GMDC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X