For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારમાં 6 વર્ષનો બાળક મૃત મળી મળ્યો, રમતા-રમતા ઘૂસી ગયો અંદર, દમ ઘૂટવાથી મોત

ગુજરાતના અમદાવાદમાં પાર્કિંગમાં ઉભેલી એક કારમાં એક 6 વર્ષના બાળકની લાશ મળી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં પાર્કિંગમાં ઉભેલી એક કારમાં એક 6 વર્ષના બાળકની લાશ મળી. જાણ થતા પોલિસ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે બાળકનુ મોત દમ ઘૂટવાથી થયુ છે. પોલિસકર્મીઓએ ત્યાં પાસેની દુકાનમાં લાગેલી સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેના વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે તે બાળક ખુદ જ કારમાં જઈ બેસ્યો હતો જેના પર લગભગ 3 કલાક પછી નજર પડી. પછી જ્યારે બાળકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનુ મોત થઈ ચૂક્યુ હતુ.

માની પાછળ ચાલી રહ્યો હતો ત્યારે કારમાં જઈ ચડ્યો

માની પાછળ ચાલી રહ્યો હતો ત્યારે કારમાં જઈ ચડ્યો

માહિતી મુજબ ઈન્દિરા બ્રિજ પાસે શરણિયાવાસમાં રહેતા બોરીબેન પોતોાના 6 વર્ષના દીકરા અજય સાથે બજારથી ઘર તરફ જઈ રહ્યા હતા. અજય પણ પોતાની માની પાછળ પાછળ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક રસ્તા પર અટકે છે અને સીધો એક કાર તરફ વળી જાય છે. પછી તે કારનો ગેટ ખોલીને અંદર બેસી જાય છે. આ દરમિયાન બોરીબેનને ખબર નથી કે બાળક કોઈ કારમાં જઈને બેસી ગયો છે તે તે આગળ ચાલવા લાગે છે.

માને ખબર ના પડી, બાદમાં શોધવા લાગી

માને ખબર ના પડી, બાદમાં શોધવા લાગી

થોડી વાર પછી તે પાછુ વળીને જોવે છે તો તેેને પોતાનો અજય દેખાયો નહિ. ત્યારબાદ તે ગભરાઈ ગઈ. અને તે તેને શોધવા લાગી. પરંતુ બાળક તેને દેખાયો નહિ. તેણે વિચાર્યુ કે કદાચ મારાથી પહેલા જ ઘરે પહોંચી ગયો હશે. પરંતુ ઘરે પણ અજય ન મળતા છેલ્લે અજયને જ્યાં જોયો હતો ત્યાં શોધવા લાગી. આ દરમિયાન અજયનો લાલ શર્ટ કારમાં દેખાયા બાદ સ્થાનિકોની મદદથી તેણે બાળકને બહાર કાઢ્યો.

બહાર કાઢ્યો ત્યાં સુધી મરી ચૂક્યો હતો બાળક

બહાર કાઢ્યો ત્યાં સુધી મરી ચૂક્યો હતો બાળક

બાળકને જ્યાં સુધીમાં બહાર કાઢવામાં આવે ત્યાં સુધી તે મરી ચૂક્યો હતો. ત્યારબાદ પોલિસે કેસ નોંધીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ. એક પોલિસ અધિકારીએ કહ્યુ કે જો આમાં કાર માલિકની બેદરકારી સામે આવી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે કારના માલિક નરેશ દેવાણીએ પોલિસને જણાવ્યુ કે કારની બેટરી ખરાબ થઈ ગઈ હતી. માટે કાર છેલ્લા 7 દિવસથી અહીં ઉભી હતી. હાલમાં પોલિસ કેસની વધુ તપાસ કરી રહી છે.

ગુજરાતઃ હજારો લોકોની રેલી કરી ચૂકેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટિલમાં દેખાયા કોરોનાના લક્ષણગુજરાતઃ હજારો લોકોની રેલી કરી ચૂકેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટિલમાં દેખાયા કોરોનાના લક્ષણ

English summary
Child died in a car, he suddenly entered the car while passing the road with mother.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X