For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોળકા- સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કોરોનાનો રાફડો ફાટ્યો

ધોળકા- સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કોરોનાનો રાફડો ફાટ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદના સાણંદમાં આવેલ ચાઈનીઝ મલ્ટિનેશનલ કંપની ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતા ત્રણ કામદારો 3 સપ્ટેમ્બરે કોરોના પોઝિટિવ જણાયા હતા. અન્ય એક પ્લાન્ટ ચિરિપાલ ગ્રુપના 2 સ્ટાફ મેમ્બરને પણ કોરોના વાયરસ થયો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ તમામ કેસને ઉમેરવામાં આવતાં અમદાવાદ જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કોરોના વાયરસનો કુલ આંકડો 514ને પાર પહોંચી ગયો છે.

coronavirus

ગયા અઠવાડિયે અમદાવાદ ગ્રામીણમાંથી નોંધાયેલા 20 નવા કેસમાંથી 5 કેસ આણંદ- ધોળકા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા કામદારોના છે. 20 એપ્રિલે લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ કામ પર પરત ફરેલા કામદારોમાં સૌથી વધુ કોરોનાનું ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે.

અત્યાર સુધીમાં અમદાવાદ ગ્રામ્યમાં 1800 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાના 28 ટકા કેસ અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં આવેલ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળ્યા છે.

સાણંદ ઈન્ડસ્ટ્રીયલ ઓસોસિએશન મુજબ આ વિસ્તારમાં આવેલા MSME યૂનિટ્સમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશથી 12000 જેટલા મજૂરો સ્થળાંતરિત થયેલા છે. સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અજીત શાહે ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, આ બધાના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી કેટલાક કોરોના પોઝિટિવ મળી આવ્યા, જો કે સ્થિતિ ચિંતાજનક નહોતી. સાણંદમાં MSME યૂનિટ્સમાં 20000 જેટલા કામદારો કામ કરે છે.

એક સરકારી અધિકારીએ પ્રકાશનને જણાવ્યું હતું કે, અમદાવાદના કુલ 1808 કેસમાંથી 985 કેસ મ્યુનિસિપાલિટીમાંથી આવ્યા જ્યારે 823 કેસ ગામડામાંથી નોંધાયા છે.

170 નવા કેસ સાથે અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસના કુલ કેસ 32,866ને પાર પહોંચી ગયા છે. 3 સંક્રમિત લોકોના મોત થતાં કુલ મૃતકાંક 1756 નોંધાયો છે. કુલ 95 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે જેમાંથી 68 અમદાવાદના અને 27 અમદાવાદ ગ્રામ્યના છે.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
coronavirus infection increasing in industrial area of sanand and dholaka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X