For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં આજથી ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન સાથે ડ્રાઈવ થ્રુ વેક્સીન શરૂ

કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જેનાથી વેક્સીનેશન સરળ બની રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના પ્રકોપ બાદ હાલમાં દેશમાં તેમજ રાજ્યમાં દૈનિક નવા કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે પરંતુ જ્યાં સુધી દેશની 70 ટકા વસ્તીનુ વેક્સીનેશન નહિ થાય ત્યાં સુધી કોરોનાની લહેરો વખતો વખત આવતી જ રહેશે તેમ વૈજ્ઞાનિકોનુ મંતવ્ય છે. જેના માટે રાજ્યમાં વેક્સીનેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. આ ક્રમમાં કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઘણા પગલાં લેવામાં આવ્યા છે જેમાં સઘન ટેસ્ટિંગ, સર્વે, સારવાર અને કોવિડ-19ની કામગીરી કરવામાં આવી છે.

drive through vaccination

અમદાવાદની અપોલો હોસ્પિટલ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજથી(27 મે, 2021) ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યુ છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન માટે તમામ લૉજિસ્ટીક એટલે કે વેક્સીન, સ્ટાફ અને અન્ય વ્યવસ્થા અપોલો હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. આ વેક્સીનેશન સ્થળે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનુ ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન કરી રજિસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં વેક્સીન દીઠ લાભાર્થીએ 1000 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે.

અપોલો હોસ્પિટલ દ્વારા કરવામાં આવનાર આ કામગીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પલ્બિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. આ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનનો સમય સવારે 09.00 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધીનો રહેશે. દરરોજ અંદાજે 1000 લાભાર્થીને વેક્સીન આપવામાં આવશે. ચૂકવણી કેશ/કાર્ડ/પેટીએમ દ્વારા કરવાની રહેશે.

English summary
Drive through vaccine will now be available in Ahmedabad with on the spot registration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X