For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનુ ખેડૂતોના સમર્થનમાં ચલો દિલ્લી', પોલિસે સમર્થકો સાથે પકડ્યા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોને સમર્થન આપવાનુ એલાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

Farmers proest in Gujarat, અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોને સમર્થન આપવાનુ એલાન કર્યુ. પ્રદર્શનકારી ખેડૂતોનુ સમર્થન કરવા માટે શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં ચલો દિલ્લી અભિયાન શરૂ કર્યુ. જો કે, પોલિસને તેમના સમર્થકોને એકઠા કરવાની માહિતી મળી ગઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલિસની ગાડીઓ તેમની પાસે જઈ પહોંચી. પોલિસે તેમને ઘરમાં નજરકેદ કરી દીધા.

farmers protest

ગાંધી આશ્રમની બહાર પોલિસે વાઘેલાના સમર્થકોને આગળ વધતા રોક્યા. અમુકને કસ્ટડીમાં લઈ લીધા. આ વિશે પોલિસનુ કહેવુ હતુ કે તેમને એટલા માટે રોકવામાં આવ્યા કારણકે તે દિલ્લી તરફ પોતાની વિરોધ માર્ચ શરૂ કરી રહ્યા હતા. પોસ્ટર્સમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓએ દિલ્લી ચલો રાજઘાટ પર, કાળો કાયદો દૂર કરવા, દિલ્લી ચલો લખીને એકતા બતાવી. તેના પર શંકરસિંહ વાઘેલાનુ નામ પણ લખેલુ છે. ખેડૂત આદોલનનના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો.

તમને જણાવી દઈએ કે હાલમાં વાઘેલા પોતાના ઘરે જ રહે છે. તેમને કોરોનાનુ સંક્રમણ થઈ ગયુ હતુ. તેમણે રિકવરી કરી અને ફરીથી પોતાના જિમમાં પરસેવો પાડવા લાગ્યા. તે 80 વર્ષના થઈ ચૂક્યા છે પરંતુ નવયુવાનો જેવી મહેનત કરે છે. જુલાઈ મહિનાાં તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર જિમના ફોટા શેર કરી લખ્યુ - તન ફીટ મન ફીટ લાઈફ ફીટ. વાઘેલા એક ફોટામાં જોગિંગ કરતા દેખાય છે. બીજા ફોટામાં ડંબેલ ચલાવતા જોવા મળે છે. તેઓ દંડ પણ કરે છે. દશકોથી ગુજરાતના રાજકારણમાં સક્રિય રહેલા વાઘેલા આટલી ઉંમરે પણ તંદુરસ્ત છે. માટે સોશિયલ મીડિયા પર સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને ફોન કર્યો હતો. વાઘેલા રાજ્ય ભાજપ, કોંગ્રેસ અને એનસીપી આ બધા પક્ષોની આગેવાની કરી ચૂક્યા છે.

ગુજરાત ફ્લેશબેક 2020: જાણો, ગુજરાતમાં બનેલી મોટી ઘટનાઓ વિશેગુજરાત ફ્લેશબેક 2020: જાણો, ગુજરાતમાં બનેલી મોટી ઘટનાઓ વિશે

English summary
farmers protest in gujarat: Ex CM Shankersinh Vaghela 'Challo Dilli" campaign, police stopped his supporters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X