For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાચવજો નહીં તો કોરોના ભરખી જશે, ગુજરાતમાં પહેલી વખત 20 હજારથી વધુ કેસ નોંધાયા!

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એક તરફ ભારત સહિતના મોટાભાગના દેશો કોરોનાની ભયાનક લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એક તરફ ભારત સહિતના મોટાભાગના દેશો કોરોનાની ભયાનક લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં હવે કોરોનાના આંકડા રોજ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હવે પરિસ્થિતી એ છે કે સાચવજો નહીં તો આ કોરોના ભરખી જશે.

ગુજરાતમાં રેકોર્ડ તોડતો કોરોના

ગુજરાતમાં રેકોર્ડ તોડતો કોરોના

ગુજરાતના આંકડા પર નજર કરીએ તો આજે રાજ્યમાં સૌથી વધુ 20966 કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત થયા છે. મોતની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 એમ કુલ 12 લોકોએ કોરોના સામે દમ તોડ્યો છે.

અમદાવાદ સૌથી ઉપર

અમદાવાદ સૌથી ઉપર

વિગતવાર આંકડા પર નજર કરીએ તો, આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8371 નવા કેસ નોંધયા છે. આ સિવાય સુરત શહેરમાં 3318 કેસ, રાજકોટ શહેરમાં 1259 કેસ, વડોદરા શહેરમાં 1998 કેસ, ગાંધીનગરમાં 446 કેસ અને ભાવનગરમાં 526 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 90 હજારને પાર

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 90 હજારને પાર

રાજ્યના એક્ટિવ કેસની વાત કરીએ તો, ગુજરાતમાં હાલ 90726 એક્ટિવ કેસ છે. જેમાંથી 125 લોકો વેન્ટિલેટર પર છે. બીજી તરફ આજે 9828 લોકો કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

અત્યારસુધીના એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા

અત્યારસુધીના એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા

હાલ રાજ્યમાં કોરોના રોજ રોજ પોતાનો જ રેકોર્ટ તોડી રહ્યો છે. કોરોનાની બીજી લહેરની પીક પર જે આંકડો સૌથી મોટો આંકડો હતો તે આંકડો કોરોના ગઈ કાલે જ પાર કરી ગયો છે. આજે બીજી લહેરની પીક કરતા 6 હજાર કેસ વધુ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરમાં એક દિવસમાં સૌથી વધુ 14605 કેસ નોંધાયા હતા, જ્યારે આજે રાજ્યમાં કોરોનાના અધધ 20966 કેસ નોંધાયા છે.

English summary
For the first time in Gujarat, more than 20 thousand cases were registered!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X