For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ અમદાવાદની GCS હોસ્પિટલે કોરોનાના 2000 દર્દીને સાજા કર્યા

પૂર્વ અમદાવાદની GCS હોસ્પિટલે કોરોનાના 2000 દર્દીને સાજા કર્યા

|
Google Oneindia Gujarati News

પૂર્વ અમદાવાદની જાણીતી જી.સી.એસ. હોસ્પિટલ કોરોનાની મહામારી શરૂ થયાના સમયથી જ કોરોના વાઈરસના દર્દીઓ તેમજ નોન-કોવીડ દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. જીસીએસ હોસ્પિટલના કોવીડ વિભાગમાં અત્યાર સુધીમાં 2000થી વધારે કોવિડ-૧૯ના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓએ સારવાર મેળવી, કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થયેલ છે, જે એક ખાનગી ટ્રસ્ટ હોસ્પિટલ માટે ખુબ જ ગર્વદાયક સિદ્ધિ કહી શકાય. જી.સી.એસ. હોસ્પિટલને સરકાર દ્વારા કોવિડ-૧૯ની સારવાર માટે નિયુક્ત કરવામાં આવી, ત્યારથી જી.સી.એસ. હોસ્પિટલે કોવીડ દર્દીઓની સારવાર માટે અલાયદો પ્રવેશ, વોર્ડસ અને સ્ટાફને ફાળવવામાં આવ્યો છે.

GCS HOspital

જીસીએસ હોસ્પિટલ ખાતે ચોવીસ ક્લાક કાર્યરત ડોક્ટર્સ, તાલીમબદ્ધ નર્સ અને સ્ટાફના પ્રયત્નોથી હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની સારવાર માટે આવનાર મોટાભાગના દર્દીઓએ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે સરકારના નક્કી કરેલા નિયમો અને પેકેજ મુજબ જીસીએસ હોસ્પીટલ કોવિડ-19ના તમામ દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર નિઃશુલ્ક આપે છે. તમામ દર્દીઓને સ્વચ્છ કપડાં-ચાદર, સમયસર દવાઓ અને સારવાર, વાંચવા માટે પુસ્તકો, વગેરે મળી રહે તે બાબતોનું અચૂક ધ્યાન રાખવામાં આવે છે. દર્દીઓના પરિવારજનો પણ કોરોનાના કારણે ચિંતાગ્રસ્ત રહેતા હોઈ તેમને પણ રોજ ફોન કરી દર્દીની સ્થિતિ વિષે માહિતગાર કરવામાં આવે છે.

આખા દિવસ દરમિયાન દર્દીઓને તેમના સ્વાસ્થ્ય અનુસાર પૌષ્ટિક નાસ્તો-જમવાનું, ગરમ પાણી, દૂધ વગેરે મળી રહે તેની હોસ્પિટલના ડાયેટ એન્ડ નુટ્રિશન વિભાગ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવે છે. કુદરતી હવા-ઉજાસથી ભરપૂર જીસીએસ હોસ્પિટલનું વાતાવરણ, સ્ટાફ અને સુવિધાઓ દર્દીઓને સકારાત્મકતાનો અનુભવ કરાવે છે. જનસેવાના હેતુથી 2011થી કાર્યરત જીસીએસ હોસ્પિટલે લોકડાઉન દરમિયાન પણ દર્દીઓને સારવાર પૂરી પાડેલ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે હોસ્પિટલ દ્વારા તમામ તકેદારીઓ સાથે નોન-કોવિડ દર્દીઓને પણ સુરક્ષિત સારવાર મળી રહે તે માટે પૂરતી સુવિધાઓ અને સેવાઓ કાર્યરત છે.

2000થી વધારે કોવિડ દર્દીઓની સફળ સારવાર કરવા વિષે સંસ્થાના ડાયરેક્ટર ડો. કીર્તિભાઈ પટેલે કહ્યું કે, જીસીએસ હોસ્પિટલ ખાતે હાલમાં કોવિડ દર્દીઓ માટે 386 પથારીની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેના માટે અમારા ડોક્ટર્સ, નર્સિસ અને તમામ સ્ટાફ થાક્યા વિના ખડેપગે કાર્યરત છે. કોવિડ દર્દીઓને સારી સગવડતા મળી રહે તે માટે રાઉન્ડ-ધી-ક્લોક તબીબી સેવાઓ ઉપલબ્ધ થાય તે રીતે મેડીકલ ઓફિસર, ફીઝીશીયન, એનેસ્થેટીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, પેરામેડીકલ સ્ટાફ વગેરે ઉપલબ્ધ છે. કોવીડ સિવાયના દર્દીઓની સારવાર માટે પણ જીસીએસ હોસ્પિટલ લોકડાઉન સમયગાળા દરમિયાનથી જ કાર્યરત છે.

સંસ્થાના સિનિયર જનરલ મેનેજર નેહા લાલે કહ્યું કે , હાલમાં કોરોનાની મહામારીના લીધે દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હોય તેમના પરિવારજનોને ચિંતા અને મૂંઝવણ ના થાય અને તેમને એક માનસિક મનોબળ મળી રહે એ માટે એક ખાસ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓના પરિવારજનને રોજ ફોન કરીને દર્દીના સ્વાસ્થ્ય અને વર્તમાન સ્થિતિ વિષે માહિતી આપવામાં આવે છે તેમજ તેમના સવાલો અને મૂંઝવણોનું નિરાકરણ કરવામાં આવે છે. દર્દીઓની સારવાર બાદ તેમના સલાહ સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ એક ખાસ કોવીડ હેલ્પ-ડેસ્ક કાર્યરત છે જે મુલાકાતીઓના કોવીડને લગતા પ્રશ્નો અને સમસ્યાઓનું ઉકેલ લાવવામાં મદદ કરે છે. જીસીએસ હોસ્પિટલ તમામ વર્ગના દર્દીઓને સારામાં સારી સારવાર આપવા માટે કટિબદ્ધ છે.

જીસીએસ હોસ્પિટલ ખાતે સારવાર લઇ સ્વસ્થ થયેલ દર્દીઓના પ્રતિભાવો

કૃણાલ પટેલે કહ્યું કે - મારા પિતાશ્રી વિનોદભાઈ પટેલને ઉધરસ, કફ, ભારે તાવ, અશક્તિ જેવા લક્ષણો હતા. 10 જૂનના રોજ તેમનો કોવીડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને જીસીએસ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીસીએસ હોસ્પિટલની સુવિધાઓ અને સેવાઓથી અમે ખુભ જ પ્રભાવિત થયા. સ્વચ્છતા અને હાઇજિનનો પણ અહીં ખુબ જ ખ્યાલ રાખવામાં આવે છે. અમે જોયું કે અહીં રાતે પણ ક્લિનીંગ કરવામાં આવી રહ્યું હતું. ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ, મોંઘા ઇંજેક્શન આપવા, જરૂરી રિપોર્ટ્સ જેમકે સીટી સ્કેન, વગેરે માટે કોઈ જ ચાર્જ લેવામાં આવ્યો ન હતો. રાતના સમયે પણ નર્સો અને ડોક્ટરો દ્વારા એ જ તત્પરતાથી કાળજી રાખવામાં આવતી હતી. હોસ્પિટલ દ્વારા એક ખાસ હેલ્પલાઈન છે જે અમને દર્દીની સ્થિતિ વિષે નિયમિત ફોન કરી જાણ કરે છે, તે ખુબ જ નવી અને સારી પહેલ છે. ઘર જેવું જ હેલ્થી ખાવાનું, સરસ નાસ્તો અને જમવાનું, સૂપ, લીંબુપાણી વગેરે અહીં મળી રહ્યું છે. હોસ્પિટલ સ્ટાફ સપોર્ટ, ડોકટરો દ્વારા સારવાર, સ્વચ્છતા બધી જ બાબતો માં ખુબ જ સારો અનુભવ રહ્યો અને નવમા દિવસે મારા પિતાને સંપૂર્ણપણે સ્વસ્થ કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આશિષ ગૌતમે કહ્યું કે - 2 જુલાઈના રોજ મારા પિતાશ્રી જગજીવન મણિલાલ ગૌતમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેથી અમે એમ્બ્યુલન્સમાં તેમને જીસીએસ હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 12 જુલાઈના રોજ મારા પિતાને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં કરવામાં આવ્યા હતા. મારા પિતાની રોજબરોજ રિકવરી અને સ્વાસ્થ્યની સ્થિતિ રોજ હોસ્પિટલ દ્વારા ફોન કરીને જણાવવામાં આવતી હતી. હોસ્પિટલ દ્વારા આટલી સારી સારવાર અને સેવાઓ બિલકુલ ની:શુલ્ક આપવામાં આવી હતી. હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સો અને સ્ટાફના અમે ખુબ આભારી છીએ.

ઈસરોના 11 કર્મચારી કોરોના સંક્રમિત, ખાનગી હોસ્પિટલે ઉભી કરી સમસ્યાઈસરોના 11 કર્મચારી કોરોના સંક્રમિત, ખાનગી હોસ્પિટલે ઉભી કરી સમસ્યા

English summary
GCS hospital of Ahmedabad treated 2000 covid 19 patient successfully
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X