For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટ પરિસર કોરોનાના પ્રકોપના કારણે ફરીથી થયુ બંધ

કોરોના મહામારીના પ્રકોપને જોતા ગુજરાત હાઈકોર્ટ પરિસર ફરીથી બંધ કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કોરોના મહામારીના પ્રકોપને જોતા ગુજરાત હાઈકોર્ટ પરિસર ફરીથી બંધ કરી દેવામાં આવ્યુ છે. આ વખતે આ શનિવારથી ત્રણ દિવસ માટે બંધ રહેશે. જેના કારણે 12થી 14 ડિસેમ્બર સુધી હાઈકોર્ટમાં ન્યાયિક તેમજ પ્રશાસનિક બંને કામ સ્થગિત રહેશે. જો કે ઈ-ફાઈલિંગ પ્રક્રિયા ચાલુ રહેશે. ફિઝિકલ રીતે કેસનુ ફાઈલિંગ 15 ડિસેમ્બરે ખુલશે. હાઈકોર્ટના પ્રભારી રજિસ્ટાર જનરલ તરફથી જણાવવામાં આવ્યુ કે આ સમય દરમિયાન પરિસરમાં સેનિટાઈઝેશન કાર્ય કરવામાં આવશે.

guj HC

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટ પરિસરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. ઘણા વકીલો અને જજ જસ્ટીસ જી આર ઉધવાનીના જીવ જઈ ચૂક્યા છે. આ બધાને જોતા ફરીથી પરિસરને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવશે. આ સાથે જ હાઈકોર્ટની રજિસ્ટ્રી સાથે પરિસરમાં સ્થિત અન્ય કાર્યાલયોના બધા અધિકારીઓ તેમજ સ્ટાફનો એંટીજન ટેસ્ટ કરવામાં આવશે. જેના કારણે વકીલોને પોતાના કાર્યાલયને સંપૂર્ણ બંધ રાખવા માટે કહ્યુ છે.

હાઈકોર્ટ પરિસરમાં સ્થિત જ્યુડિસિયલ એકેડમી, કાયદા ભવન, ઑડિટિયરમ, બધા સરકારી કાર્યાલય, બેંક પોસ્ટ ઑફિસની પણ સફાઈ થશે. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પણ કહેવામાં આવ્યુ કે રજાના 3 દિવસોમાં આખા હાઈકોર્ટ પરિસરની સફાઈ અને સેનિટાઈઝેશનનુ કામ કરવામાં આવશે. પરિસરની અંદર જ્યાં જ્યાં સફાઈ કાર્ય તેમજ સેનિટાઈઝેશન થશે તેમાં ચેમ્બર, ઑફિસ, રેકોર્ડ રૂમ, વૉશ રૂમ શામેલ છે. કોરોના કાળ દરમિયાન ગયા માર્ચ મહિનાથી અત્યાર સુધી આવુ ચોથી વાર થયુ છે. જ્યારે હાઈકોર્ટ પરિસરને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

English summary
Gujarat High Court's building closed till Dec 14 Due to Covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X