For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટને લાગ્યું કોરોનાનું ગ્રહણ, સોમવારથી ફિઝિકલ હિયરિંગ બંધ

રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે સોમવારથી ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે સોમવારથી ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યુ છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. આગામી બે દિવસ સુધી હાઈકોર્ટ પરિસરને સેનિટાઈઝ કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરી દેવામાં આવશે. કેસના ફાઈલિંગ માટે 10 કાઉન્ટર્સ શરુ કરવામાં આવશે. આ અંગેની વિગતવાર ગાઈડલાઈન આજે જાહેર કરવામાં આવશે.

GUJ HC

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે આ પહેલા પણ 17 મહિના સુધી હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી ચાલી હતી. ત્યારબાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરુ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા અને માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થવાના કારણે સરકારે આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ તરત જ અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો અને પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. વળી, રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતા રાજ્યના આરોગ્યકર્મીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે અને તમામ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો 6 જાન્યુઆરીએ કોરોનાના 4213 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધુ 1835 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. સુરતમાં 1105 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 44 હજાર 856ના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. 8 લાખ 20 હજાર 383 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સક્રિ કેસ 14346 છે જેમાંથી 29 દર્દી વેંટીલેટર પર છે જ્યારે 14317 દર્દીની હાલત સ્થિર છે.

English summary
Gujarat Highcourt Physical hearing closed from monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X