For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત યૂનિવર્સિટીએ કાયદાના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવવા કહ્યું

ગુજરાત યૂનિવર્સિટીએ કાયદાના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવવા કહ્યું

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ મંડરાયું છે, ગુજરાત બોર્ડ સહિત મોટાભાગના બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું, ગુજરાત યૂનિવર્સિટીએ પણ કોલેજમાં ભણતા મોટાભાગના કોર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે. જો કે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાના વિકલ્પ પર વિચારણા થઈ રહી છે.

Gujarat University

રવિવારે જાહેર થયેલ પરિપત્રમાં ગુજરાત યૂનિવર્સિટીએ ઈન્ટિગ્રેટેડ લો કોર્સ અને LLBના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે 19 જૂન સુધીમાં રજિસ્ટ્રેશન કરી લેવા કહ્યું છે. ગુજરાત યૂનિવર્સિટીએ એલએલબીનો ત્રણ વર્ષના કોર્સના સેમેસ્ટર 2-4-6 અને પાંચ વર્ષના કોર્સના સેમેસ્ટર 2-4-6-8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઑફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપ્યો છે.

પરિપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જે લોકો 19 તારીખ સુધીમાં ઓનલાઈન પરીક્ષા માટે રજિસ્ટર નહી કરે તેમણે ઑફલાઈન પરીક્ષા આપવી પડશે. ઓનલાઈન લેવાતી પરીક્ષામાં દરેક પ્રશ્ન માટે એક મિનિટ આપવામાં આવશે, જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં લેવામાં આવશે.

English summary
Gujarat University gave option for online exam to LAW students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X