For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને લઇ સીએમ રૂપાણીએ આપ્યા સંકેત, ટુંક સમયમાં લેવાશે નિર્ણય

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોના હોવાના કારણે રથયાત્રા યોજાશે કે નહી તેને લઇને સવાલો ઉઠી રહ્યાં છે.

Vijay Rupani

Recommended Video

ગુજરાત : રથયાત્રા યોજાશે કે નહિ, જાણો શું કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ એક મહત્વનું નિવેદન આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે સમય આવ્યે રથયાત્રાને લઇ નિર્ણય લેવામાં આવશે. ગયા વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને રથયાત્રા યોજવામાં આવી ન હતી. હાલના સમયમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મામલો પરિસ્થિતિ અનુકુળ રહી તો આવનારા સમયમાં સરકાર રથયાત્રાને લઇ નિર્ણય લેશે.
આ ઉપરાંત સીએમ રૂપાણીએ શાળામાં ફીને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું હતુ. સીએમ સાહેબે જણાવ્યું હતુ કે રાજ્યની શાળાઓમાં ફીને લઇને પણ સરકાર બહું જલ્દી નિર્ણય લેશે. ઉલ્લેખનિય છેકે હાલના સમયમાં શાળાઓએ 75 ટકા ફી લીધી છે. કોરોના મહામારીના લીધે વાલીઓ પણ ફી ભરવામાં અસમર્થ છે, જેથી સરકાર પાસે ફી માફીની માંગણી કરી છે. વાલીઓની માંગને ધ્યાનમાં રાખી સ્કુલ ફી અંગે પણ સરકાર મહત્વનો નિર્ણય લઇ શકે છે.

English summary
Hint given by CM Rupani regarding the famous rath yatra of Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X