For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારે શું ખાવુ, એ તમે કેવી રીતે નક્કી કરી શકો? ગુજરાત હાઈકોર્ટે સરકારને ઝાટકી

શહેરના રસ્તા પર માંસાહારી ખાદ્ય સામગ્રી(નૉનવેજ ફૂડ) વેચનાર લારીઓવાળા સામે કાર્યવાહીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકા(એએમસી)ની ઝાટકણી કાઢી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરના રસ્તા પર માંસાહારી ખાદ્ય સામગ્રી(નૉનવેજ ફૂડ) વેચનાર લારીઓવાળા સામે કાર્યવાહીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકા(એએમસી)ની ઝાટકણી કાઢી છે. જસ્ટીસ બિરેન વૈષ્ણવની બેંચે આકરા અંદાજમાં સવાલ પૂછ્યો કે - મારે શું ખાવાનુ છે એ તમે કેવી રીતે નક્કી કરી શકો છો? તમને માંસાહાર પસંદ નથી તો એ તમારો દ્રષ્ટિકોણ છે પરંતુ તમે કોઈ વ્યક્તિને તેની પસંદનુ ખાવાથી કેવી રીતે રોકી શકો છો. બેંચે એએમસીને કહ્યુ - શું અન્ય લોકોએ તમારી મરજી મુજબ ચાલવુ પડશે? જાણે કે કાલે સવારે તમે એ નક્કી કરશો કે મારે બહાર જઈને શું ખાવુ જોઈએ?

હાઈકોર્ટમાં મહાનગર પાલિકાને ઝાટકી

હાઈકોર્ટમાં મહાનગર પાલિકાને ઝાટકી

ન્યાયમૂર્તિ વૈષ્ણવે અમદાવાદ મહાનગર પાલિકાના પક્ષની ઝાટકણી કાઢીને એમ પણ કહ્યુ કે, 'મને જો કાલે શેરડીનો રસ પીવાની ઈચ્છા થશે તો તમે એમ કહેશો કે શુગર થઈ જશે, માટે નથી પીવાનો. અને કૉફી સ્વાસ્થ્ય માટે ખરાબ છે? આ શું વાત થઈ...? તમે કોઈને તેમની પસંદનુ ભોજન લેવાથી કેવી રીતે રોકી શકો છે. ના, તમે એ નક્કી ના કરી શકો કો શું ખાવાનુ છે.' તમને જણાવી દઈએ એ છેલ્લા અમુક સમયમાં ગુજરાતના ઘણા મોટા શહેરોમાં રસ્તા પર માંસાહારી ખાદ્ય સામગ્રી(નૉનવેજ ફૂડ) વેચતી લારીઓને હટાવવામાં આવી રહી છે. તેમની સામે કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી. આનાથી માંસાહારી લોકો નારાજ થઈ ગયા. તેઓ કોર્ટમાં ગયા જેના પર ગુરુવારે અમદાવાદ મહાનગર પાલિકાએ પોતાનો પક્ષ રજૂ કર્યો. મહાનગર પાલિકાના વકીલે દલીલ કરી કે - 'રસ્તા પર અતિક્રમણ હટાવવા માટે નગર નિગમકર્મીઓએ લારીઓને ઉઠાવી છે.'

'મારે શું જમવાનુ છે એ તમે કેવી રીતે નક્કી કરી શકો છો'

'મારે શું જમવાનુ છે એ તમે કેવી રીતે નક્કી કરી શકો છો'

આના પર, મહાનગર પાલિકાના સરકારી વકીલે જજને કહ્યુ કે, 'એવી ફરિયાદો છે કે તમે માંસાહારી ખાદ્ય સામગ્રી(નૉનવેજ ફૂડ) વેચનારાને જ કેમ રોકી રહ્યા છો, આવુ કેમ? અચાનક કોઈ સત્તામાં આવી જાય અને તેને જે કરાવવુ હોય, એ બીજા પાસે કરાવશે? શું અન્ય લોકોને તેમની મરજી મુજબ ચાલવાનુ રહેશે? જજે ત્યારબાદ મહાનગર પાલિકાને ઝાટકીને કહ્યુ કે, કોઈ સત્તાધીશને રાતે સપનુ આવે છે કે સવારે ફલાણાની લારી હટાવવાની છે, તો શું હટાવી લેશે? આ બધુ કેમ કરો છો? અમુક લોકોના અહંકારને પોષવા માટે તમે આ અભિયાન ચલાવ્યુ છે, બંધ કરી દો એને.'

છેવટે નગર નિગમની શું તકલીફ થઈ રહી છે?

છેવટે નગર નિગમની શું તકલીફ થઈ રહી છે?

ગુજરાત હાઈકોર્ટની બેંચે મહાનગર પાલિકાના વકીલને એ પણ કહ્યુ કે, 'જે લારીઓ પર લાલ રંગ છે, શું તેને હટાવવા માટે કહેવામાં આવ્યુ છે? લીલા રંગની લારીઓને કેમ નહિ? શું શાકાહારી ભોજન વેચનારી લારીઓ પર સ્વસ્છતાના માપદંડોનુ પાલન થઈ રહ્યુ છે, જણાવો?' આના પર મહાનગર પાલિકા તરફથી કહેવામાં આવ્યુ કે, 'જે અતિક્રમણ કરી રહ્યા છે તેમને હટાવવામાં આવ્યા. શહેરના મુખ્ય માર્ગો પર ગંદકી પણ થઈ રહી હતી.' 25 લારીઓવાળાની અરજી પર સુનાવણી કરીને ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે એ પણ પૂછ્યુ, 'છેવટે નગર નિગમને શું તકલીફ થઈ રહી છે? અત્યારે કૉર્પોરેટ કમિશ્નરને બોલાવે અને એને પૂછો કે શું કરી રહ્યા છે.'

ઝાટકણી પછી મનપાએ નિર્ણય પાછો ખેંચ્યો

સુનાવણી દરમિયાન વકીલ છાયાએ એએમસીનો પક્ષ રાખ્યો. વળી, અરજીકર્તાઓના વકીલ રોનિત જૉય હતા. આ સુનાવણીના અંતે એએમસીએ આશ્વાસન આપ્યુ કે જે પણ લારીઓ હટાવવામાં આવી છે તેમને આવેદન કર્યાના 24 કલાકમાં જ તેમને સુપરત કરી દઈશુ.

English summary
How can you decide what I eat?, Gujarat High Court hits on municipal corporation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X