For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના બાદ ડાયાબિટીસ અને બ્લેક ફંગસનું જોખમ વધુ - અભ્યાસ

સ્ટર્લિન હોસ્પીટલમાં કરવામાં આવેલા 'ઇન્ટ્રીમ એનાલીસીસ ઓફ લોકલ કેસ સ્ટડી ઓફ બ્લેક ફંગસ' અભ્યાસમાં સામે આવ્યું છે કે, ડાયાબિટીસની નવી શરૂઆત એ પહેલાથી અસ્તિત્વમાં રહેલા ડાયાબિટીસ કરતા પણ વધુ જોખમી પરિબળ હતું.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ડાયાબિટીસ જીવલેણ મ્યુકોરમાયકોસિસ માટે સૌથી જોખમી અને નોંધપાત્ર પરિબળ હતું. કોરોના દર્દીઓને જીવલેણ બીજી લહેરમાં સપડાવ્યા હતા. સ્ટર્લિન હોસ્પીટલમાં કરવામાં આવેલા 'ઇન્ટ્રીમ એનાલીસીસ ઓફ લોકલ કેસ સ્ટડી ઓફ બ્લેક ફંગસ' અભ્યાસમાં સામે આવ્યું છે કે, ડાયાબિટીસની નવી શરૂઆત એ પહેલાથી અસ્તિત્વમાં રહેલા ડાયાબિટીસ કરતા પણ વધુ જોખમી પરિબળ હતું.

આ અભ્યાસ 300 સેમ્પલ પર કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના સંક્રમણ બાદ સ્વસ્થ થયેલા 234 દર્દીઓ અને 64 મ્યુકોરમાઇકોસિસ અને કોરોના સંક્રમિત બાદ સ્વસ્થ થયેલા દર્દીઓનો સમાવેશ થાય છે.

લગભગ 25 ટકા કોવિડ -19 દર્દીઓ પ્રારંભિક ડાયાબિટીસ સાથે મળી આવ્યા

ડો અતુલ પટેલ જણાવે છે કે, રાજ્યમાં લગભગ 25 ટકા કોવિડ -19 દર્દીઓ પ્રારંભિક ડાયાબિટીસ સાથે મળી આવ્યા હતા. આમાં કોવિડ -19 પ્રેરિત ડાયાબિટીસનો સમાવેશ થાય છે જે ગંભીર સ્વાદુપિંડની બળતરા, તણાવ, સ્ટીરોઈડ સારવાર અથવા રોગચાળાની બીમારી દરમિયાન શોધાયેલ અજાણ્યા ડાયાબિટીસથી શરૂ થાય છે.

black fungus

સ્ટેરોઇડ્સ, ટોસિલિઝુમાબ અને ઓક્સિજન જોખમી પરિબળો નથી

ઉલ્લેખનીય છે કે, ઇન્ફેક્શન ડિસિસ સ્પેશિયાલીસ્ટ ડો અતુલ પટેલ ગુજરાત કોવિડ 19 ટાસ્ક ફોર્સના સભ્ય છે અને મ્યુકોરમાયકોસિસની સારવાર માટે વૈશ્વિક ભલામણોના 30 લેખકોમાંથી એક છે. વચગાળાના વિશ્લેષણ દ્વારા જાહેર કરાયેલા અન્ય મહત્વના તારણોમાં સામે આવ્યું કે, સ્ટેરોઇડ્સ, ટોસિલિઝુમાબ અને ઓક્સિજન જોખમી પરિબળો નથી.

0.05 કરતા નીચું p-વેલ્યુ નોંધપાત્ર માનવામાં આવે છે

ડૉ અતુલ પટેલ જણાવે છે કે, બ્લેક ફંગસ માટે પ્રારંભિક ડાયાબિટીસનું સંભાવના મૂલ્ય 0.001 કરતા ઓછું જોવા મળ્યું છે, જ્યારે ડાયાબિટીસ 0.156 કરતા ઓછું છે. આવા સમયે સંભાવના મૂલ્ય ઘટાડવાનો અર્થ ઉચ્ચ જોખમી પરિબળ છે. 0.05 કરતા નીચું p-વેલ્યુ નોંધપાત્ર માનવામાં આવે છે.

ભારતભરના 29 કેન્દ્રોમાં 1,000 MM દર્દીઓમાં અભ્યાસ કરવામાં આવશે

ડોક્ટર અતુલ પટેલ વધુ માહિતી આપતા જણાવે છે કે, કોવિડ 19માં જોખમી પરિબળ તરીકે પ્રારંભિક ડાયાબિટીસનો હવે ભારતભરના 29 કેન્દ્રોમાં 1,000 MM દર્દીઓમાં અભ્યાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન વધુ સારી રીતે નિવારણ, ઇન્ટર્વેશન અને સારવાર માર્ગદર્શિકાઓ આપી શકાય.

કોરોના સંક્રમણ બાદ બ્લડ સુગરમાં વધારો થયો

આ તારણો નોંધપાત્ર છે કારણ કે, અંદાજિત 25 ટકા બ્લેક ફંગસના દર્દીઓમાં કોવિડ 19 દરમિયાન પ્રારંભિક ડાયાબિટીસ જોવા મળ્યું હતું. સિવિલ હોસ્પિટલના ENT વિભાગના પ્રોફેસર અને વડા ડો બેલા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં સારવાર લેવાયેલા 819 મ્યુકોરમાયકોસિસ દર્દીઓમાંથી 192 કે 23 ટકા દર્દીઓને કોરોના સંક્રમણ પહેલા ડાયાબિટીસ હતું નહીં. આ દર્દીઓએ કોરોના સંક્રમણ બાદ બ્લડ સુગરમાં વધારો થયો હતો.

સ્ટિરોઇડ્સ બ્લડ સુગરમાં વધારો કરે છે

સોલા સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓની સંખ્યા આશરે 25થી 30 ટકા હતી. આ અંગે વાત કરતા ENT વિભાગના વડા ડો નીના ભાલોડિયા જણાવે છે કે, કોરોનાની બીજી લહેર બાદ કેટલાક યુવાન દર્દીઓ જેમણે ડાયાબિટીસનું પરીક્ષણ કર્યું હતું. જેમાં કોવિડ 19 અને તેની સારવાર જવાબદાર હોઈ શકે છે. કારણ કે, સારવારમાં ઉપયોગમાં લેવાતા સ્ટિરોઇડ્સ બ્લડ સુગરમાં વધારો કરે છે.

કોવિડની સારવાર આંશિક રીતે જવાબદાર

સોલા સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓની સંખ્યા આશરે 25થી 30 ટકા હતી. ENT વિભાગના વડા ડો નીના ભાલોડિયા જણાવે છે કે, કોરોનાની બીજી લહેર બાદ અમે કેટલાક યુવાન દર્દીઓ જોયા છે, જેમણે ડાયાબિટીસનું પરીક્ષણ કર્યું હતું. કોવિડની સારવાર તેના માટે આંશિક રીતે જવાબદાર હતી. કારણ કે, સારવારમાં ઉપયોગમાં લેવાતા સ્ટેરોઇડ્સ બ્લડ સુગરમાં વધારો કરે છે.

લોહીમાં રહેલી સર્કરા પણ ફંગલ ઇન્ફેક્શન ફેલાવવા માટે જવાબદાર

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ENT સર્જન ડોક્ટર નીરજ સૂરી જણાવે છે કે, કોરોના સંક્રમણ બાદ ડાયાબિટીસ થવાના કેસમાં તમામ દર્દીઓને મ્યુકોરમાયકોસિસ થતું નથી. ફંગલ ઇન્ફેક્શન એ ઉમર, તીવ્રતા અને અન્ય કોમોર્બિડિટીઝ સહિતના ઘણા પરિબળોને અસર કરે છે. કેટલાક મ્યુકોરમાયકોસિસ દર્દીઓને ડાયાબિટીસ પણ ન હતો, તેમ છતાં તેમને કોરોનામુક્ત થયા બાદ લોહીમાં રહેલી સર્કરા પણ ફંગલ ઇન્ફેક્શન ફેલાવવામાં ચોક્કસપણે મોટી ભૂમિકા ભજવી હતી.

શું કહે છે ENT સર્જન ડો રાજેશ વિશ્વકર્મા?

ENT સર્જન ડો રાજેશ વિશ્વકર્મા જણાવે છે કે, એક શક્યતા એ પણ છે કે, દર્દીઓને બોર્ડરલાઈન ડાયાબિટીસ હોઈ શકે, જે કોરોનાને કારણે તેમા વધારો ઘટાડો થયો હોય જે મેડિકલ રિપોર્ટ્સના ભાગરૂપે મળી આવ્યો હોય.

English summary
An Interim Analysis of Local Case Study of Black Fungus at Stirling Hospital found that the new onset of diabetes was a more risk factor than pre-existing diabetes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X