For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડ્યુ, જણાવ્યુ આ કારણ

કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ 37 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત હતા. રાજીનામાં કાર્યકર્તાઓને સંબોધીને તેમણે બે પત્ર લખ્યા છે. જેમાં જયરાજસિંહે પરમારે જણાવ્યુ છે કે મે પાર્ટી છોડી છે, રાજનીતિ નહિ. તેમણે જણાવ્યુ છે કે લડવા નહિ માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાકી ગયો છુ.

jayrajsingh parmar

ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વચન આપ્યા બપાદ ટિકિટ ન આપતા કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવકતા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વિટર અકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો અર્થ તેમણે કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયુ હતુ. જેમાં પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. તેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભા દરબાર સહિત આગેવાનો જોડાયા હતા. જેમાં વાઘુભા જાડેજા, રણુભા જાડેજા પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લાના પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં અધ્યક્ષ સીઆર પાટિલ, મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં ભગવો ધારણ કરવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધૂભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા ભાજપમાં જોડાયા. મહેસાણા જિલ્લાના 150થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ભગવો ધારણ કર્યો.

English summary
Jayrajsingh Parmar left the congress after 37 years in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X