ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને ગુજરાત સરકારે આપી મંજૂરી, ગૃહમંત્રીએ જણાવ્યુ કેવી રીતે નીકળશે
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યુ કે કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરીને અખાડા, ભજન મંડળી તેમજ ઝાંકીઓ વિના રથયાત્રા બપોર સુધી નીકળશે. જાડેજાએ કહ્યુ કે ભગવાન જગન્નાથ પ્રત્યે લોકોમાં ખૂબ શ્રદ્ધા તેમજ આસ્થા છે. કોરોનાના કારણે જ રથયાત્રા ગયા વર્ષે કાઢવામાં આવી શકી નહોતી. જો કે, હવે રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે માટે કોવિડ પ્રતિબંધોનુ પાલન કરીને રથયાત્રા કાઢી શકાશે.

માત્ર 2 રથ, 3 વાહનો સાથે થશે આખા રથયાત્રા
રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યુ કે 144મી રથયાત્રામાં સુરક્ષા કારણોસર એસઆરપીની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યુ કે રથયાત્રાની તૈયારીઓ માટે સરકારની મંદિર પ્રશાસન સાથે બેઠક થઈ હતી. જેમાં નક્કી થયુ કે રૂટ પર કર્ફ્યુ લાગેલો રહેશે. માત્ર 3 વાહન અને 2 રથને અનુમતિ આપવામાં આવશે. મંત્રીએ જણાવ્યુ કે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોવિડના યોગ્ય નિયમોનુ પાલન કરે અને પ્રોટોકૉલને પણ ફોલો કરે.

પ્રસાદનુ વિતરણ નહિ થાય
ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એ પણ જણાવ્યુ કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી પરંપરાગત રથયાત્રા દરમિયાન પ્રસાદનુ વિતરણ નહિ થાય. તેમણે કહ્યુ કે પ્રસાદ વિતરણથી લોકોની ભીડ એકઠી થઈ જશે માટે આ વખતે પ્રસાદ વહેંચવામાં નહિ આવે. રથયાત્રા જ્યાંથી પસાર થશે ત્યાં હજારોની સંખ્યામાં ગુજરાત પોલિસના જવાનો તૈનાત રહેશે.

લોકો દૂરદર્શન પર લાઈવ જોઈ શકશે
રથયાત્રા 12 જુલાઈના રોજ સવારે નિજ મંદિરથી પ્રારંભ થશે અને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં તેને પૂર્ણ કરી લેવામાં આવશે. આ દરમિયાન દર્શનાર્થી રથયાત્રામાં શામેલ થઈ શકશે નહિ. લોકો દૂરદર્શન પર તેમજ ખાનગી ટીવી ચેનલના માધ્યમથી રથયાત્રાના દર્શન કરી શકશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
