For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતા તંત્ર એક્શનમાં, લેવાયો માટો નિર્ણય

કોરોના કેસોનો રાફડો ફાટતા હવે તંત્ર એક્શનમાં આવી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરમાં કોરોના કેસમાં ધરખમ વધારો નોંધવામાં આવી રહ્યો છે. જેના પરિણામે લોકોમાં પણ ડરનો માહોલ છે. ગઈકાલે અમદાવાદમાં 2500 કરતા વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. કોરોનાના વધતા કેસો બાદની પરિસ્થિતિએ હવે તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. કોરોના કેસોનો રાફડો ફાટતા હવે તંત્ર એક્શનમાં આવી ગયુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને 3 હજાર બેડ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.

coornavirus

કોરોનાના વધતા કેસોને જોતા હવે અમદાવાદ મ્યુનિસિપાલ કૉર્પોરેશન દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને ખાનગી હોસ્પિટલોને તૈયાર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જેથી આવનારા દિવસોમાં કેસોની સંખ્યા વધુ થાય તેવા સંજોગોમાં સ્થિતિને પહોંચી વળાય. કોરોનાના બેડ ખાનગી હોસ્પિટલો ગોઠવી રાખે તેવી સૂચના આપી દેવામાં આવી છે.

વળી, શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત થનારા બાળકો માટે NICU, PICU અને વેંટીલેટર બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. શહેરમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે સિવિલમાં 4 નવા દર્દી તેમજ સોલા સિવિલમાં 2 નવા દર્દી દાખલ થયા છે. આહના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલમાં પણ નવા 4 દર્દી દાખલ થયા છે.

અમદાવાદમાં કોરોના કેસોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. કાલે અમદાવાદમાં 2519 નવા દર્દી સામે આવ્યા, સુરતમાં 1979 કેસ નોંધવામાં આવ્યા. આ બંને જગ્યાએ મળીને 4498 લોકો નવા સંક્રમિત મળ્યા. આખા રાજ્યના 70 ટકા કોરોના કેસ આ બે જગ્યાએ છે. ગુજરાતમાં હાલમાં સક્રિય દર્દી 27.913 છે જેમાંથી 26 દર્દી વેંટીલેટર પર છે જ્યારે 887ની હાલત સ્થિર છે.

English summary
Orders by admistration in view of Ahmedabad incresing corona cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X