For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pathaan controversy: પઠાનના વિરોધમાં બજરંગ દળ-વિહિપે અમદાવાદમાં દીપિકા પાદુકોણનુ પૂતળુ બાળ્યુ

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ પઠાન સામે વિરોધ ચાલુ છે. બજરંગ દળ અને વિહિપ દ્વારા અમદાવાદમાં દીપિકા પાદુકોણનુ પૂતળુ બાળવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

Pathaan controversy: બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ પઠાનને લઈને વિરોધ યથાવત છે. આ ફિલ્મના બેશર્મ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી ભગવા બિકિનીના કારણે વિવાદ થઈ રહ્યો છે. હવે ગુજરાતના અમદાવાદમાં બજરંગ દળ અને વિહિપ દ્વારા ગુરુવારે ફિલ્મનો વિરોધ કર્યો હતો.

pathaan

અમદાવાદમાં બજરંગ દળ અને વિહિપના કાર્યકર્તાઓએ ગુરુવારે ફિલ્મ પઠાનના વિરોધમાં એક રેલી યોજી હતી. સરદાર પટેલ સ્ટેડિયમથી લૉ-ગાર્ડન સુધી એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. લૉ-ગાર્ડન ચાર રસ્તા પર ફિલ્મની હીરોઈન દીપિકા પાદુકોણનુ પૂતળુ બાળવામાં આવ્યુ હતુ. રેલી દરમિયાન શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના વિરોધમાં નારેબાજી પણ કરવામાં આવી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ અમદાવાદના વસ્ત્રાપુરના આલ્ફા વન મૉલમાં વિહિપ અનેબ બજરંગદળના કાર્યકરોએ પઠાન ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મની તસવીરોને નુકશાન પહોંચાડ્યુ હતુ. વિરોધ દરમિયાન જય શ્રીરામના નારા લગાવ્યા હતા. મૉલમાં પણ તોડફોડ કરી હતી. વિરોધીઓએ માંગ કરી હતી કે ગુજરાતમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં ન આવે. તેમણે ચીમકી આપી હતી કે જો ફિલ્મ રિલીઝ થશે તો આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે.

English summary
Pathaan controversy: Bajrang dal and VHP protests against movie, burn effigy of Deepika Padukone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X