For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi Gujarat Visit: PM મોદીના મેગા રોડ શોમાં કેસરી ટોપીમાં સજ્જ કાર્યકરો સહિત 4 લાખની જનમેદની ઉમટી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આજે અમદાવાદ આવી પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી પીએમ મોદીનો મેગા રોડ શો શરુ થઈ ચૂક્યો છે અને 10 કિમી લાંબા રોડ શોમાં લાખો કાર્યકરોનુ અભિવાદન ઝીલતા પીએમ મોદીના ફોટા હવે સામે આવવા લાગ્યા છે.

પીએમ મોદીનો મેગા રોડ શો

પીએમ મોદીનો મેગા રોડ શો

એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાંસ, કૂચીપુડી, ભરત નાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે થનગનાટ જોવા મળ્યો છે. કમલમ ખાતે એલઈડી લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ હોલમાં અંદાજે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યા હતા. એરપોર્ટથી કમલમ સુધીના 9 કિમીનો રોડ શો દોઢ કલાકમાં પૂર્ણ થયો હતો. પ્રધાનમંત્રી મોદી પાટીલ અને મુખ્યમંત્રીએ માસ્ક નહોતા પહેર્યા જ્યારે ભાજપના તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યા હતા.

4 લાખથી વધુ લોકો ઉમટ્યા

વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમુક રોડ અને વિસ્તારોને નિયત સમયગાળા માટે બંધ રાખીને વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યા છે. જે મુજબ 11 તારીખે બપોરે 12 વાગ્યાથી ટ્રાફિકના પ્રતિબંધ લાગુ છે અને જીએમડીસી ગ્રાઉન્ટ ખાતે કાર્યક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી રૂટ પર પ્રતિબંધ લાગુ રહેશે. એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોમાં 4 લાખથી વધુ લોકો ઉમટ્યા. કેસરી ટોપીમાં સજજ કાર્યકરોએ પીએમ મોદીને દિલથી આવકાર્યા.

પીએમ મોદીનો કરી રહ્યા છે રોડ શો

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચારેક વર્ષ બાદ કમલની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર કાર્યાલય તેઓ જોશે. આ માટે ખાસ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ્ય આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવવામાં આવી છે. પીએમ મોદી જ્યાંથી પ્રવેશ કરવાના છે એ જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી છે. પીએમ મોદી સિવાયના તમામ નેતાઓને કમલના પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવ્યો.

અમિત શાહ પણ આવશે આજે

અમિત શાહ પણ આવશે આજે

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હોવાથી વિધાનસભાનુ બજેટસત્ર નહિ મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક બેઠક હોય છે. જો કે, આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવી છે. જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે સાંજથી ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર તેમનુ આગમન થશે. જ્યાંથી તેઓ રાજભવન જશે. સાંજે 6 કલાકે રાજભવનમાં મળનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ ભાગ લેશે.

English summary
PM Modi mege road show in Ahmedabad, 4 lakhs crowd, welcome by CM and governor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X