PM મોદીનો બીજો દિવસે ગાંધીનગરમાં રોડ શો, રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનુ કર્યુ લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો કર્યો.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા. દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારંભનુ આજે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન મોદી પહોંચ્યા જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને ગૃહમંત્રી અમિત શાહે આવકાર્યા. વળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા.

પીએમ મોદીનો રોડ શો
તમને જણાવી દઈએ કે યુનિવર્સિટીના નવા સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રશાશક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે આ યુનિવર્સિટી તેમના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક હતો.

અમદાવાદમાં પણ કર્યો હતો રોડ શો
તમને જણાવી દઈએ કે પીએમમ મોદીએ કાલે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ પંચાયત મહાસંમેલનમાં રાજ્યના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની મા હીરાબેનને મળ્યા હતા. આ પહેલા તેઓ ઓક્ટોબર 2019માં પોતાની માને મળ્યા હતા પરંતુ ત્યારબાદથી પીએમ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયા અને મા સાથે મુલાકાત થઈ શકી નહોતી.

રક્ષા શક્તિ યુનિવર્સિટીનુ લોકાર્પણ
આજે બીજા દિવસે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો યોજાયો હતો. ચિલોડાથી દહેગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનુ અભિવાદન ઝીલ્યુ હતુ.

ખેલ મહાકુંભનુ ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 1 વાગે રાજભવન પાછા ફરશે. ત્યારબાદ તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારના સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા વચ્ચે ખેલ મહાકુંભના ઉદઘાટન સમારંભમાં શામેલ થશે. વળી, રાતે 8.30 વાગે પીએમ મોદી સ્પેશિયલ ફ્લાઈટથી દિલ્લી માટે રવાના થશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
