For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આવતીકાલે સરદારધામ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે

SG હાઇવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે 11,672 ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા સરદારધામ બિલ્ડિંગ 1600 વિદ્યાર્થીઓ/ઈચ્છુક લોકો માટે રહેણાંક સુવિધા ધરાવે છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે બનેલા અમદાવાદમાં 'સરદારધામ' બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જે પાટીદાર સમુદાય માટે વન સ્ટોપ બિઝનેસ, સામાજિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખાય છે.

modi

સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી કાંસાની પ્રતિમા સ્થાપિત કરાઇ

સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે 11,672 ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા સરદારધામ બિલ્ડિંગ 1600 વિદ્યાર્થીઓ/ઈચ્છુક લોકો માટે રહેણાંક સુવિધા ધરાવે છે, 1,000 કોમ્પ્યુટર સિસ્ટમ ધરાવતી ઈ લાઈબ્રેરી, લાઈબ્રેરી, હાઈ ટેક ક્લાસરૂમ, વ્યાયામશાળા, ઓડિટોરિયમ, મલ્ટી પર્પઝ હોલ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટહાઉસ અને અન્ય સુવિધાઓ સાથે વ્યવસાય અને રાજકીય સંગઠનો માટે આ સરદારધામ ઉપયોગી બનશે. સરદારધામ બિલ્ડિંગની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

2500 વિદ્યાર્થિનીની કેપેસિટિ ધરાવતી કન્યા છાત્રાલયનું 'ભૂમિપૂજન' પણ કરવામાં આવશે

આ પ્રસંગે મોદી સરદારધામ પ્રોજેક્ટ ફેઝ 2 હેઠળ ગર્લ્સ હોસ્ટેલ (કન્યા છાત્રાલય) માટે 'ભૂમિપૂજન' સમારંભનું પણ આયોજન કરશે, જેમાં આશરે 2500 છોકરીઓને રહેવાની વ્યવસ્થા હશે, જે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

મામ સમાજના વિદ્યાર્થીઓને સરદારધામ ભવનમાં રહેવાની અને અભ્યાસ કરવાની તક મળશે

સરદારધામ પ્રોજેક્ટના બે કેન્દ્રો યુપીએસસી/જીપીએસસી, ડિફેન્સ અને અન્ય સિવિલ સર્વિસ પ્રવેશ પરીક્ષાઓ માટે ઈચ્છુક ઉમેદવારોને પણ લાભ મળશે, જેમાં તેમને ઈન્ટરવ્યુ અને ગ્રુપ ડિસ્કશન માટે તૈયારી તેમજ તાલીમ માટે ફેકલ્ટી આપવામાં આવશે. વિશ્વ પાટીદાર સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તમામ સમાજના વિદ્યાર્થીઓને સરદારધામ ભવનમાં રહેવાની અને અભ્યાસ કરવાની તક મળશે.

ટોકન રકમ તરીકે 1 રૂપિયા ચાર્જ

ગુરુવારના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં વિશ્વ પાટીદાર સમાજના ઉપાધ્યક્ષ ટી. જી. ઝાલાવડિયાએ જણાવ્યું હતું કે, "સરદારધામ દ્વારા તમામ સમાજોના વિકાસના ભાગરૂપે, એક સમિતિ 'સર્વ સમાજ સમરસ સમિતિ'ની રચના કરવામાં આવી છે. સરદારધામ ખાતે યુપીએસસી/જીપીએસસી સિવિલ સર્વિસ ટ્રેનિંગ સેન્ટર અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તેમજ તમામ જાતિના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપશે. કન્યા છત્રવાસીઓ માટે અમે વિદ્યાર્થીનીઓ માટે પ્રવેશ, રોકાણ, તાલીમ અને ભોજન માટે ટોકન રકમ તરીકે 1 રૂપિયા ચાર્જ કરીશું."

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા તેમજ સરદારધામના દાતાઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.

English summary
On September 11, Prime Minister Narendra Modi will virtually inaugurate the 'Sardardham' building in Ahmedabad, built by the Vishwa Patidar Samaj at a cost of Rs 200 crore, which is known as a one-stop business, social and educational hub for the Patidar community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X