For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જાણો સમગ્ર કાર્યક્રમ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આગામી 12 માર્ચના રોજ પીએમ મોદી ગુજરાત ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવાના છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરામાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યુ છે.

modi

પ્રધાનમંત્રી મોદી અને ખેલ મહાકુંભના સ્વાગત માટે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. વળી, એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જ્યાં સ્ટેજ પર દેશના અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી કરાવવામાં આવશે. આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની શરુઆત તથા નવી સ્પોર્ટસ પોલિસી અમલમાં મૂકવામાં આવશે. ખેલ મહાકુંભની શરુઆત સાથે રંગારંગ કાર્યક્રમો સાથે પ્રધાનમંત્રી મોદીનુ સ્વાગત કરવામાં આવશે. જેમાં લોકો વિવિધ ડાંસ પર્ફોર્મન્સ કરીને પીએમ મોદીનુ સ્વાગત કરશે. રાજ્યના જાણીતા લોક કલાકારો પોતાના સૂર દ્વારા પીએમનુ સ્વાગત કરશે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પૂરતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

12 માર્ચના રોજ સાંજે 6.30 કલાકે પ્રધાનમંત્રી મોદી નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવશે. આ વિશે માહિતી આપતા સીઆર પાટિલે કહ્યુ કે સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહિ સ્પોર્ટસ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભમાં રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યુ છે.

પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમની રૂપરેખા

11 માર્ચ, 2022(શુક્રવાર)

સવારે 10 વાગે - અમદાવાદ એરપોર્ટ પર આગમન
સવારે 10.15 વાગે - એરપોર્ટથી રોડ શો શરુ
સવારે 11.15 વાગે - કોબા કમલમ ખાતે આગમન
બપોરે 1 વાગે - ભાજપ કાર્યાયલ ખાતે બેઠક
સાંજે 4 વાગે - અમદાવાદ GMDC ખાતે પંચાયત મહાસંમેલન
સાંજે 6 વાગે - રાજભવન પરત, રાત્રિ રોકાણ

12 માર્ચ, 2022(શનિવાર)

સવારે 11 વાગે - રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આગમન, દહેગામ
સવારે 11.15 વાગે - રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનુ લોકાર્પણ - પદવીદાન સમારંભ
બપોરે 1 વાગે - રાજભવન પરત
સાંજે 6 વાગે - અમદાવાદ, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભનુ ઉદ્ઘાટન
રાતે 8 વાગે - સ્ટેડિયમથી એરપોર્ટ રવાના
રાતે 8.30 વાગે - અમદાવાદથી નવી દિલ્લી વિશેષ વિમાન મારફત રવાના

English summary
PM Narendra Modi two day visit to Gujarat from today, Know whole outline
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X