ગુજરાત આવશે પીએમ મોદી, ભાજપ હવે અહીં શરુ કરશે ચૂંટણી અભિયાન, એકઠા કરશે 1 લાખથી વધુ કાર્યકર્તા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. સત્તારુઢ ભાજપ તેમના કાર્યક્રમની તૈયારીમાં લાગેલુ છે.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. સત્તારુઢ ભાજપ તેમના કાર્યક્રમની તૈયારીમાં લાગેલુ છે. ભાજપનુ ધ્યાન અમદાવાદમાં એક લાખથી વધુ લોકોની ભીડ એકઠી કરવા પર છે. મોદીની અહીં 11 માર્ચે સભા થવાની છે જેમાં તે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ કવાયત ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને શરુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચૂંટણી આ વર્ષે થશે. એવામાં ભાજપ, કોંગ્રેસ અને આપ પોત-પોતાના સ્તરે તૈયારીઓ કરી રહ્યુ છે.

'મેરા ગાંવ-મેરા ગુજરાત' કાર્યક્રમ
ભાજપ અમદાવાદમાં 'મેરા ગાંવ-મેરા ગુજરાત' કાર્યક્રમ આયોજિત કરી રહી છે. ઉચ્ચાધિકારીઓનુ કહેવુ છે કે આમાં રાજ્યભરમાંથી એક લાખથી વધુ ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જોડાશે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધાને આગામી ચૂંટણી માટે જોડાવા અને પોતાની પાર્ટીને જીતવાનો મંત્ર આપશે. કહેવાય છે કે મોદી રાજ્યભરના કાર્યકર્તાઓનુ માર્ગદર્શન કરશે. શહેરના એક ભાજપ પદાધિકારીએ જણાવ્યુ કે હવે રાજ્ય વિધાનસભા ચૂંટણી નજીક છે. એવામાં ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે અને સત્તા જાળવી રાખવા માટે કમર કસી લીધી છે.

11 માર્ચે થશે શક્તિ પ્રદર્શન
ભાજપ ચૂંટણી તૈયારીઓને ગતિ આપીને 11 માર્ચે શક્તિ પ્રદર્શન કરશે. આને ચૂંટણી શંખનાદ તરીકે જોવામાં આવી રહ્યુ છે. ભાજપ નેતાઓનુ કહેવુ છે કે તેમના મિશન ગુજરાતમાં ભાજપના દોઢ લાખથી વધુ જનપ્રતિનિધોઓની હાજરી રહેશે. જેમાં ઉત્તર પ્રદેશના વિજય વિશ્વાસ સાથે આ કાર્યક્રમમાં યુપીનો વિજયોત્સવ મનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વળી, મોદી કાર્યકર્તાઓનુ ગુજરાતની ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન કરશે.

અત્યાર સુધી 5 રાજ્યોમાં થઈ ચૂંટણી
ભાજપનુ આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન 150 બેઠકો માટેનુ માનવામાં આવી રહ્યુ છે. 11 માર્ચના વિરાટ શક્તિ પ્રદર્શનમાં પંચાયતથી લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા દોઢ લાખથી વધુ જનપ્રતિનિધિઓ ઉમટી પડશે. ત્યારબાદ 12 માર્ચે પીએમ મોદી નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ વર્ષે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત 5 રાજ્યોમાં ચૂંટણી થઈ ચૂકી છે. હવે રાજકીય પાર્ટીઓનુ ફોકસ ગુજરાત સહિત અન્ય રાજ્યો પર છે. 10 માર્ચે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત 5 રાજ્યોની ચૂંટણી પરિણામ આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
