Rath yatra 2023 : રથયાત્રામાં અકસ્માત, મકાનનો સ્લેબ તૂટતા એકનું મોત, 24 ઘાયલ
Rath yatra 2023 : અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર મકાનનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. દરિયાપુર ફુટી મસ્જિદ પાસે મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે. આ સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં 24 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે એક વ્યક્તિનું આ અકસ્માતમાં મોત થયું છે.
ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 2 ગાડી સાથે ટીમ સ્થળ પર પહોંચી ફસાયેલા લોકોને ભાર કાઢવામાં આવી રહ્યા છે.

ઉલ્લખનીય છે કે, ભગવાન જગન્નાથજીની 146 મી રથયાત્રાની સવારની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ સહપરિવાર જોડાયા હતા. અમિત શાહના આગમન પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિર પરીસરમાં આવી પહોચ્યા હતા. મંદિરમાં વીઆઇપીની અવરજવરને ધ્યાનમાં રાખીને પરીસરને ચૂસ્ત સુરક્ષા બંધોબદસ્ત ગોઠવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
