For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં પહેલી વાર ગુજરાતમાં શરૂ થઈ રહી છે સી-પ્લેન સેવા, 220 કિમીની સફર 45 મિનિટમાં થશે પૂરી

ભારતમાં પહેલી વાર સી-પ્લેન સર્વિસ શરૂ થવા જઈ રહી છે. આની શરૂઆત ગુજરાતની સાબરમતી નદીથી થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભારતમાં પહેલી વાર સી-પ્લેન સર્વિસ શરૂ થવા જઈ રહી છે. આની શરૂઆત ગુજરાતની સાબરમતી નદીથી થઈ રહી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ પર ગુજરાત સરકારે સી-પ્લેન પ્રોજેક્ટ લૉન્ચ કરશે જેનુ ઉદ્ઘાટન આ મહિનાની છેલ્લી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે. તમને જણાવી દઈએ કે સી-પ્લેન માટે રાજ્યમાં વૉટર એરોડ્રમ બનાવવામાં આવ્યા છે જેમાં ચોખ્ખુ પાણી મોટી માત્રામાં રહેશે.

modi

સી-પ્લેન પ્રોજેક્ટનો મોટો ફાયદો એ થશે કે ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થવાને બદલે 220 કિમીની સફર 45 મિનિટમાં પૂરી કરી શકાશે કારણકે સી-પ્લેન નદીથી ઉડાન ભરશે. આ ઉપરાંત પર્યટકો માટે પણ આ આનંદદાયત રહેશે. સી-પ્લેન લોકો માટે એકદમ નવુ હશે. આ રીતની સુવિધા પહેલા જાપાનમાં જ વધુ લોકપ્રિય રહી છે.

sea plane

કેન્દ્રીય પરિવહન મંત્રી મનસુખ માંડવિયાએ સાગરમાળા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ(એસડીસીએલ) અને ઈનલેન્ડ વૉટરવો ઑથોરિટી ઑફ ઈન્ડિયા(આઈડબ્લ્યુઆઈ)ને સાબરમતી રિવરફ્રન્ટ પર અને સ્ટેચ્યુ ઑફ યુનિટી વચ્ચે આ સુવિધા શરૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારથી આશા રાખવામાં આવવા લાગી કે આ વર્ષે ઓક્ટોબરથી લોકો આની મઝા લઈ શકશે. અધિકારીઓના જણાવ્યા મુજબ પહેલા સી-પ્લેન અમદાવાદ સાબરમતી નદીથી કેવડિયા ડેમ સુધી સફર કરશે. કેવડિયાાં જ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી પણ છે. સી-પ્લેન સુવિધા ખૂબ જ ઓછા સમયમાં ટુરિઝમ દ્વારા બની જશે.

અમેરિકી કોંગ્રેસના સભ્યોએ મહાત્મા ગાંધીની 151મી જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, બાપૂના આદર્શોને કર્યા યાદઅમેરિકી કોંગ્રેસના સભ્યોએ મહાત્મા ગાંધીની 151મી જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, બાપૂના આદર્શોને કર્યા યાદ

English summary
Sea Plane Will Fly In Gujarat for The First Time In India, PM Modi Will Inaugurate On 31 October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X